Tapi News : તાપીમાં ફરી એકવાર તસ્કરો દ્વારા ATM તોડી પૈસા ચોરી કરવાનો પ્રયાસ કરાતા ચકચાર મચી છે. આ બનાવની વિગત મુજબ બંધરપાડા ગામે આવેલ ATMને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં સુરત ડિસ્ટ્રિક્ટ કોર્પોરેટિવ બેન્કની શાખાનું ATM તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 15 દિવસમાં તાપી જિલ્લામાં બીજી વાર ATM ને તસ્કરો દ્વારા નિશાન બનાવવાની ઘટના બની છે. જેને પગલે કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે.ગત રાતે બનેલી આ ઘટના માં ATM તોડવાના માં તસ્કરો નિષ્ફળ જતા બેન્ક અને બંધરપાડા બીટ જમાદાર એ હાશકારો અનુભવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત 24 તારીખ ના રોજ વ્યારા ના SBI બેંક ના ATM ને તોડી ચોરો લાખો ની ચોરી કરી ગયા હતા. જોકે આ ઘટનામાં ચોરીનો ભેદ ઉકેલવામાં તાપી પોલીસને ગણતરીના દિવસોમાં સફળતા મળી હતી.જોકે હાલમાં ATM તોડવાનો નિષ્ફળ પ્રયત્ન કરનાર ચોરો ને પકડવામાં પોલીસ ને ક્યારે સફળતા મળે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો: કચ્છ/ પ્રવાસન વિભાગ દ્વારા માંડવીના દરિયા કિનારે પણ ટેન્ટસિટી ઉભી કરવામાં આવશે
આ પણ વાંચો: પોરબંદરમાં ભારતમાં પહેલી વખત બીચ સોકર લેવલ વન કોચિંગ કોર્સનું આયોજન
આ પણ વાંચો: જંતુઓના ટોળાએ બીચ પર મસ્તી કરતા લોકોની હાલત કરી ખરાબ, વાયરલ વીડિયો જોયા પછી તમે પણ ચોંકી જશો!