Gujarat News/ “મિનીમમ ગવર્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ” ચરિતાર્થ કરતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય

બોનાફાઈડ પરચેઝર ના કિસ્સામાં પાંચ કરોડ રૂપિયા સુધીના જમીનના વેલ્યુએશન ઉપર પ્રીમિયમ મંજૂરી જિલ્લા કલેકટર આપી શકશે

Top Stories Gujarat
Beginners guide to 2024 11 14T135917.159 “મિનીમમ ગવર્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ” ચરિતાર્થ કરતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય

Gujarat News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોનાફાઈડ પરચેઝરના કિસ્સામાં જિલ્લા અને રાજ્યકક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની કામગીરીની દરખાસ્તોની મંજૂરીમાં ત્વરિતતા લાવવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.રાજ્યમાં પ્રવર્તમાન નિયમાનુસાર જે જમીનોનું વેલ્યુએશન ૫૦ લાખ રૂપિયાથી વધુ હોય તેવા કિસ્સામાં બોનાફાઇડ પરચેઝરે રાજ્ય કક્ષાએથી ફરજિયાત મંજૂરી લેવી પડે છે.

આવા પરચેઝર્સની અરજીની વધુ સંખ્યા તેમજ તેના પરિણામે મંજૂરી પ્રક્રિયામાં વિવિધ તબક્કે અરજીઓની વિચારણામાં વ્યતીત થતો સમય નિવારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સત્તા વિકેન્દ્રીકરણના હેતુસર મહત્વનો નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રીએ મિનિમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સને ચરિતાર્થ કરવા જમીનની વેલ્યુએશનના આધારે પ્રીમિયમ વસુલાતની મંજૂરીની સત્તા સોંપણીમાં ફેરફાર કરવાનો આ નિર્ણય કર્યો છે.

તદઅનુસાર, મહેસુલ વિભાગના તા.૧૭/૦૩/૨૦૧૭ના ઠરાવ મુજબ બોનાફાઈડ પરચેઝરના કિસ્સામાં જમીનની વેલ્યુએશનના આધારે પ્રીમિયમ વસુલાતની હાલની સત્તા સોંપણીમાં ફેરફાર કરીને હવે પાંચ કરોડ રૂપિયા સુધીના જમીનના વેલ્યુએશન ઉપર પ્રીમિયમ વસુલાતની મંજૂરીની સત્તાઓ જિલ્લા કલેકટરને સોંપવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ લોકાભિમુખ નિર્ણયને પરિણામે બોનાફાઇડ પરચેઝર્સની અરજીઓનો ઝડપથી નિકાલ થતાં સમગ્ર કાર્યવાહી વધુ વેગવંતી બનશે અને પરિણામે વિકાસ પ્રક્રિયાને પણ વેગ મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીનું ચાલે છે મતદાન

આ પણ વાંચો: ગાંધીનગર: આજે શિક્ષણ બોર્ડની સામાન્ય સભા, માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સભા, બેઠકમાં શિક્ષકના ડ્રેસ કોર્ડ મામલે થશે ચર્ચા, સામાન્ય સભામાં બોર્ડની

આ પણ વાંચો: ધોરણ 9થી 12નાં વિદ્યાર્થીઓને હવે ભાષાનું માધ્યમ બાધક બનશે નહિ | જાણો આ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડેનો નવો નિર્ણય