ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2022માં અત્યાર સુધીમાં કુલ 18 મેડલ જીત્યા છે, જેમાં પાંચ ગોલ્ડ, છ સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. મેડલ ટેલીમાં ભારત સાતમા સ્થાને છે. છઠ્ઠા દિવસે ભારતને કુલ પાંચ મેડલ મળ્યા. સાતમા દિવસે એથ્લેટિક્સ અને પેરા પાવરલિફ્ટિંગમાં પણ મેડલ અપેક્ષિત છે. બોક્સિંગમાં સાગર અહલાવતે સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે અને પોતાના મેડલ નિશ્ચિત કરી લીધા છે.
સાગર અહલાવત (પુરુષ +91 કિગ્રા) ક્વાર્ટર ફાઈનલ મેચ જીતીને સેમિફાઈનલમાં પહોંચ્યો હતો. સાગર અહલાવતે +92kg ક્વાર્ટર ફાઇનલમાં લડ્યા અને સેશેલ્સના કેડી એગ્રેસનો સામનો કર્યો. સાગરે પ્રથમ રાઉન્ડમાં 4-1ની લીડ મેળવી હતી. જયારે બીજા રાઉન્ડમાં 4-1થી જીત મેળવી હતી. આ સાથે સાગરે બોક્સિંગમાં ભારત માટે છઠ્ઠો મેડલ સુનિશ્ચિત કર્યો.
