કૌભાંડ/ છોટાઉદેપુર જિલ્લામાં ફરી એક કૌભાંડ યુવાનિધી નામની કંપનીમા રુપિયા અઢી કરોડ થી વધુ ફસાયા

  સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યુઝ   રોકાણકારોએ પોલીસ ને રજુઆત કરતા છોટાઉદેપુર જીલ્લા એસ.ઓ.જી.એ ત્રણ ને ઝડપ્યા પાંચ વિરુધ્ધ ફરીયાદ દાખલ કરી છોટાઉદેપુર જીલ્લામા એક પછી એક  કૌભાંડો બહાર આવી રહ્યા છે જીલ્લામા ઓનલાઈન ડેટા એન્ટ્રી, જબુગામ પોષ્ટ માસ્ટર દ્વારા આચરવામા આવેલ કૌભાંડ,જલારામ મહિલાબેંક કૌભાંડ સહીત ના અનેક કૌભાંડો નો કોઈ ઉકેલ આવ્યો નથી ત્યાં બીજું […]

Gujarat
IMG 20210602 WA0009 1 છોટાઉદેપુર જિલ્લામાં ફરી એક કૌભાંડ યુવાનિધી નામની કંપનીમા રુપિયા અઢી કરોડ થી વધુ ફસાયા

 

સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યુઝ

 

રોકાણકારોએ પોલીસ ને રજુઆત કરતા છોટાઉદેપુર જીલ્લા એસ.ઓ.જી.એ ત્રણ ને ઝડપ્યા પાંચ વિરુધ્ધ ફરીયાદ દાખલ કરી

છોટાઉદેપુર જીલ્લામા એક પછી એક  કૌભાંડો બહાર આવી રહ્યા છે જીલ્લામા ઓનલાઈન ડેટા એન્ટ્રી, જબુગામ પોષ્ટ માસ્ટર દ્વારા આચરવામા આવેલ કૌભાંડ,જલારામ મહિલાબેંક કૌભાંડ સહીત ના અનેક કૌભાંડો નો કોઈ ઉકેલ આવ્યો નથી ત્યાં બીજું એક કૌભાંડ બહાર આવ્યુ

સંકટ સમયે પોતાને કામ લાગે તે માટે યુવાનીધિ નામ ની બચત ની સ્કીમ માં મુકેલી રકમ જોખમમા મૂકાઇ  પોતાના નાણા ગુમાવી દેવાનો અહેસાસ થતા અરજદારોપોલીસ નો સહારો લીધો છોટાઉદેપુર એસ.ઑ.જી એ ત્રણ ને ઝડપી રૂપિયા અઢી કરોડ ની છેતરપિંડી ની ફરિયાદ નોંધી

બોડેલી ના ડભોઈ રોડ પર આવેલ યુવાનિધિ નામ ની ઓફિસ પર બચત ખાતા ની સ્કીમો   ચલાવતી હોય જેના 58એજન્ટો જિલ્લા માં ફરીને 900 જેટલા ગ્રાહકોના રૂપિયા અઢી કરોડ થી વધુ રકમ જોખમમા મુકાઇ જતાં જિલ્લામા ફરી એક કૌભાંડ સર્જાવાની આશંકા ઊભી થતાં રોકાણ કારોને રડવાનો વારો આવ્યો છે રોકાણ કારોએ પોતાની જમા કરાવેલ બચત ની રકમ મેળવવા બોડેલી ખાતે આવેલી ઓફિસે ધક્કા ખાતા આજ કાલ એમ દોઢ વર્ષ થીઆશ્વાસન આપતા  વાયદા કરી ગલ્લા તલ્લા કરવામાં આવતા હતા પરંતુ તેઓના નાણા મળવાની આશા ઓછી થઈ જતા રોકાણકારોએ બોડેલી પોલીસ મથકે પહોંચ્યા હતા અને યુવાનીધિ કંપનીના ત્રણ ડાઇરેક્ટરો જેમાં (૧) અતુલ કુમાર સિંગ સાહબ દયાલસિંગ , (૨) મેહુલ કુમાર ઉપેન્દ્ર્ભાઈ વ્યાસ (૩) સુરેન્દ્ર કુમારસિંગ સભાજિત સિંગ રાજપુત ત્રણેય રહે અમદાવાદ તથા બોડેલીના બ્રાન્ચ  મેનેજર મોહમ્મદ હસન ઈમામુદ્દીન પઠાણ અને એજન્ટ રફીક સદરૂદ્દીન ખોજા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી પોતાના નાણા પરત મળે તેવી રજૂઆત કરી હતી

IMG 20210602 WA0008 છોટાઉદેપુર જિલ્લામાં ફરી એક કૌભાંડ યુવાનિધી નામની કંપનીમા રુપિયા અઢી કરોડ થી વધુ ફસાયા

આ અગાઉ પણ બીટ કોઈન ના નામે વડોદરા ના હસનખાન પઠાણ નામના શખ્સે પણ કરોડોનુ રુપીયા નુ કૌભાંડ આચર્યું હતું છોટાઉદેપુર જીલ્લો જાણે લોકોને લોભામણી લાલચો આપી છેતરવાના કૌભાંડો નુ એપીસેન્ટર બની ચૂક્યું છે છોટાઉદેપુર જીલ્લામા એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે જીલ્લામા ઓનલાઈન ડેટા એન્ટ્રી,જબુગામ પોષ્ટ માસ્તર , મહિલા જલારામ બેંક બોડેલી ,સહીત ના અનેક કૌભાંડો બહાર આવ્યા હતા

છેલ્લા સાત વર્ષ દરમિયાન છોટાઉદેપુર જીલ્લામાં એક ના ડબલ કે ત્રણ ઘણા કરવાની સ્કીમો ચાલુ કરી કૌભાંડ જેમાં પૃથ્વી ,  રેકોન પાવર, ઓલ હિટડીલ , મંગલમ, ટ્રેડઝોન ,બીટકોઈન જેવી  અલગ અલગ મનધડક કંપની નામે છોટાઉદેપુર જીલ્લા મા ચાલતી લોભામણી સ્કીમો ચલાવી કરોડો રૂપિયાની છેતરપિંડી કરાઇ રહી છે જેમાં લોકો ના રૂપિયા ફસાઈ ગયા છે જે આજ દિન સુધી મળ્યા નથી જેમાં કેટલાક લોકો બે નંબર પૈસા હોવાથી વાત બહાર ના આવે તેવો ડર હોય તો કેટલાકને પૈસા તો ગયા હવે તેની પાછળ સમય ખોટો સમય શું કામ બગાડવો જેવી બાબત ને લઈ લોકો  પોલીસ ફરિયાદ પણ કરતા નથી જેના કારણે કૌભાંડ આચારનારાઓ બેફામ બન્યા છે

કહેવાય છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે એક ના ડબલ કે ત્રણ ઘણા રૂપિયા આપવામાં આવતા હોય તેવી સ્કીમમાં રોકાણકારો  છેતરાયા હોય અને મૂર્ખ બન્યા હોવાથી તેમજ લોકો પાસે પૂરતા પુરાવા પણ ના હોય જે માટે પોલીસ ફરિયાદ કરવી કેવી રીતે પોતાના નાણાં ગુમાવ્યા હોવા છતાં પોલીસ પાસે જવા અંગે મુંજવણ માં મુકાય છે

બિટકોઇન ના નામે 100 દિવસ મા એક ના ત્રણ ઘણા કરવાની લોભામણી લાલચ આપી કરોડો રૃપિયાની ઉચાપત કર્યાની જેવી ઘટનાઓ સમવાનુ નામ નથી લેતી તો બીજી અન્ય મનધડક કંપનીઓ દ્વારા 100 દિવસમાં એક ના ડબલ કે ત્રણ ઘણા કરવાની સ્કીમો ચાલુ જ રહે છે

લોભામણી સ્કીમો દ્વારા લાલચમા ફસાતા કેટલાય લોકો ના નાણા ગુમાવવા નૉ વારો આવ્યો છે જેમા કેટલાક લોકોએ તો પોતાના સંતાન ને ભણાવવા તો કોઇ એ દિકરી દિકરા ના લગ્ન માટે બચાવેલા પૈસા ગુમાવ્યા છે
કેટલાક લોકો એ ઘરેણાં વેચ્યા કોઇ એ પોતાની આવક નુ સાધન વેચી પૈસા નુ રોકાણ કર્યું હતું તો કોઈએ મકાન બનાવવા લીધેલ પ્લોટ વેચી રોકાણ કર્યા હતા પૈસા આવશે તો ફરી લઈ લઈ શું તેવી આશાથી લોભામણી લાલચૉમા ફસાઈ પોતાના નાણા ગુમાવી આજે  જેમને આજે રડવાનો આવ્યો છે

સ્થાનિક વચેટિયાઓને એજન્ટ બનાવી તગડું કમિસન આપવામાં આવતું હોય તેઓ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે  તો રોકાણકારોએ પણ સ્થાનિક એજન્ટના વિશ્વાસ પર રોકાણ કરતાં હોય મુસીબતમા મૂકાવાનો વારો આવી રહ્યો  છે
તંત્ર દ્વારા આવી ગેરકાયદેસર ચાલતી સ્કીમો પર ચાંપતી નજર રાખી તેની સામે કડક પગલા લેવા જોઈએ તેવી લોક માંગ ઉઠી છે
હાલ તો છોટાઉદેપુર એસ.ઑ.જી એ ત્રણ ને ઝડપી બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધી છે અને  તપાસ હાથ ધરી છે અને બોડેલી ખાતે ની ઓફિસના બ્રાન્ચ મેનેજર હસન પઠાન અને એજન્ટ રફીકભાઈ ખોજા તેમજ યુવાનીધિ કંપનીના ડાઇરેક્ટર  મેહુલકુમાર ઉપેન્દ્ર્ભાઈ વ્યાસ આમ ત્રણ ને છોટાઉદેપુર જીલ્લા એસ.ઑ.જી એ ઝડપી પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે