@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
અમદાવાદનાં બહુચર્ચિત બ્રોકર અશેષ અગ્રવાલ કેસમાં એક વધુ વિવાદ સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના એક વ્યક્તિએ સાઉથ બોપલ પાસે આવેલા શેલામાં બની રહેલી સ્વાતિ કન્સ્ટ્રકશન સ્કીમમાં ફ્લેટનાં રૂપિયા લઇ ફ્લેટ વેચાણ ન આપતા અશેષ અગ્રવાલ સહિત 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
હવામાન વિભાગ / નેપાળમાં ભારે વરસાદથી બિહારમાં પુર, 11 જિલ્લામાં રેડએલર્ટ, ક્યાં છે કેવી પરિસ્થિતિ
છેલ્લા ઘણા સમયથી ફરાર બ્રોકર અશેષ અગ્રવાલનું વધુ એક રૂપિયાની ઠગાઈનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ઓનલાઈન મકાન શોધતા ગાજીયાબાદનાં અભિનવ શર્માનો બ્રોકર અશેષ શર્માએ સંપર્ક કર્યો. ઉત્તર પ્રદેશમાં રહેતા અભિનવ શર્મા સાઉથ બોપલમાં રહેણાંક માટે ઈન્ટરનેટ ના માધ્યમથી મકાન શોધતા હતા. જેની જાણ અશેષ અગ્રવાલને થતા આશેષ દ્વારા ફરિયાદી અભિનવનો સંપર્ક કરવામાં આવ્યો. અને સાઉથ બોપલ પાસે શેલની સીમમાં બનતા સ્વતી ક્રાયશાંતા નામના ફ્લેટની સ્કીમમાં D-301 નંબરનો ફ્લેટ આપવાનો હોવાની વાત કરી ષડ્યંત્ર રચ્યું અને ફરિયાદી અભિનવ શર્મા પાસેથી રૂપિયા 14.50 લાખ ખંખેરી લીધા.
OMG! / આફ્રિકામાં ખોદકામ દરમ્યાન મળ્યો દુનિયાનો ત્રીજો સૌથી મોટો હીરો
બ્રોકર અશેષ અગ્રવાલે ફરિયાદી અભિનવ શર્માને ફ્લેટ બતાવી ફ્લેટ બોડકદેવ વિસ્તારમાં રહેતા શરણ ગોયલ અને સવિતા ગોયલનો હોવાનું જણાવ્યુ. અને સંપર્ક કરાવ્યો ત્યારે ફ્લેટનો બાનાખત પણ બતાવ્યો. બાદમાં ફલેટ બતાવી ભોગ બનનાર અભિનવ શર્મા પાસેથી ટુકડે ટુકડે 14.50 લાખ લઈ લીધા. મકાનનું પેમેન્ટ પૂરું થયા પછી અભિનવ શર્માએ ફ્લેટની બાનાખત કરવા બ્રોકર અશેષ અગ્રવાલને અનેક ફોન કર્યા પણ તેનો સમ્પર્ક જ ના થયો. જેથી અભિનવ મકાનનાં દસ્તાવેજ ધરાવતા શરણ અને સવિતા પાસે પહોંચ્યો ત્યારે તેમનું વર્તન બદલાઈ ગયું હતું. અભિનવને ધમકી આપવામાં આવી કે ફ્લેટ નહીં મળે અને જો હવે આવીશ તો તારા હાથ-પગ તોડી નાખીશું. જેથી અભિનવ શર્માને ખ્યાલ આવી ગયો કે તેની સાથે છેતરપિંડી થઈ છે.
છેતરપિંડી / વેરાવળમાં ચાર સંતાનોના પિતાને બીજા નિકાહ કરવા ભારે પડ્યા, લૂંટેરી દુલ્હન ગેંગનો બન્યા શિકાર
જે ફ્લેટની કિંમત તને ચૂકવી તે જ ફ્લેટ બીજાને વેચવાનો કરસો આરોપીઓ કરી રહ્યા હોવાનું તેને જાણવા મળ્યું. જેથી બ્રોકર અશેષ અગ્રવાલ, શરણ ગોયલ, સવિતા ગોયલ અને અન્ય એક સહિત ચાર વિરુદ્ધ સાણંદ કોર્ટમાં દાવો દાખલ કર્યો છે. અને જે ફ્લેટની કિંમત ફરિયાદી અભિનવ શર્માએ ચૂકવી દીધી છે તે અન્ય કોઈ ને વેચાણ ન કરી શકે તેવો મનાઈ હુકમ આપવા કોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. સાણંદ કોર્ટમાં ઉત્તર પ્રદેશનાં ફરિયાદી અભિનવ શર્મા દ્વારા કરવામાં આવેલી ફરિયાદને પગલે બહુચર્ચિત બ્રોકર અશેષ અગ્રવાલ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે.

