Surat News: સુરતમાં વધુ એક કિશોરે આત્મહત્યા કરી છે. સુરતમાં ડિંડોલીમાં રહેતા 16 વર્ષીય કિશોરે આત્મહત્યા કરી છે. કિશોરે ઉંદર મારવાની દવા ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ કિશોરે પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવે છે.
કિશોર અવસ્થામાં આત્મહત્યાના કેસો ભારતમાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તેની પાછળ અનેક કારણે જવાબદાર છે. આ પરિસ્થિતી સામે લડવા માટે દેશભરના બાળરોગ નિષ્ણાંતો ડોક્ટરોના એસોસિએશન દ્વારા ‘મિશન કિશોર ઉદય’નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
બેંગ્લોરથી આવેલા ‘મિશન કિશોર ઉદય’ અભિયાનન એડોલેશન એક્સ્પર્ટ આ વિષય પર પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે ‘વિશ્વમાં ટીનએજના સૌથી વધુ મૃત્યુ રોડ અકસ્માતના કારણે થાય છે. જ્યારે ભારતમાં ટીનએજના મૃત્યુનું સૌથી મોટુ કારણ આપઘાત છે. ૧૦ થી ૧૯ વર્ષના વયજૂથમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. ભારતમાં દર એક કલાકે એક કિશોર આત્મહત્યા કરી રહ્યો છે. ભારતમાં જે આપઘાતના કુલ પ્રમાણમાં 6.5 ટકા કિશોર અવસ્થાના લોકો આપઘાત કરી રહ્યા છે’
ડો. પ્રીતિ ગલાગલીએ ઉમેર્યુ હતું કે ‘આ પરિસ્થિતિનો સામનો કરવા માટે અમે બાળરોગ નિષ્ણાંતોને તૈયાર કરી રહ્યા છીએ કેમ કે 10 થી 19 વર્ષ સુધીના લોકો સારવાર માટે તેમની પાસે આવે છે. આ ઉપરાંત આ તૈયાર થયેલા બાળરોગ નિષ્ણાંતો તેના વિસ્તારની શાળાઓ અને સંસ્થાઓમાં જઇને જાગૃતિ કાર્યક્રમો કરશે.
આ પણ વાંચોઃ પ્રેમી અને પ્રેમિકાએ ટ્રેનની અડફેટે આવીને આત્મહત્યા કરી, વિસ્તારમાં ભયનો માહોલ
આ પણ વાંચોઃ પ્રથમ પત્નીની આત્મહત્યા, દુશ્મનાવટ અને અમેરિકન કનેક્શન
આ પણ વાંચોઃ આસમના ગેંગરેપના મુખ્ય આરોપીની આત્મહત્યા, ક્રાઈમ સીન પર જતી વખતે તળાવમાં ઝંપલાવ્યું
