બોલીવુડ ન્યુઝ/ અનુમલિકની માતા કુશર જહાંનું નિધન ,અરમાન મલિક અંતિમ સમય સુધી તેમની સાથે હતો

અનુ મલિકનાં ભત્રીજા ડબ્બૂ મલિકનાં દીકરા અરમાન મલિકની પોસ્ટ પરથી મળી છે. સિંગરની માતાનું નિધન કયા કારણોસર થયુ છે તે અંગે હજુ માહિતી આવી નહિ

Entertainment
Untitled 228 અનુમલિકની માતા કુશર જહાંનું નિધન ,અરમાન મલિક અંતિમ સમય સુધી તેમની સાથે હતો

બોલીવુડમાં ઘણા દિવસોથી  ખરાબ સમાચાર મળી રહ્યા છે જેમાં  આ મહિને જ બોલીવુડના  દિગ્ગજ એક્ટર દિલીપ કુમારનું નિધન થઇ ગયું છે. ત્એયાર બાદ એકટર ચંકી પાંડેની માતાનું નિધન થયુ  હતું . ત્યારે બોલીવુડમાં વધુ એક ના મોત ના સમાચાર આપણને મળી રહ્યા છે જેમાં  સિંગર અનુ મલિકની માતા કુશર જહાં મલિકનું નિધન થઇ ગયું છે.

આ વાતની જાણકારી અનુ મલિકનાં ભત્રીજા ડબ્બૂ મલિકનાં દીકરા અરમાન મલિકની પોસ્ટ પરથી મળી છે. સિંગરની માતાનું નિધન કયા કારણોસર થયુ છે તે અંગે હજુ માહિતી આવી નતી. અરમાન મલિકે ભાવૂક પોસ્ટ શેર કરી છે. અને પોતાને દાદીનો બેસ્ટ ફ્રેન્ડ ગણાવ્યો છે.

અરમાન મલિકે  પોસ્ટ કરી કેપ્શનમાં લખ્યું છે, ‘આજે મારી સૌથી સારી મિત્ર ગુમાવી દીધી.. મારી દાદીજાન. મારા જીવનો પ્રકાશ’ હું ક્યારેય આ નુક્સાનની ભરપાઇ નહીં કરી શકું. એક ખાલીપો જે હું જાણું છું કોઇ નહીં ભરી શકે. આપ મારા જીવનનાં સૌથી પ્રેમાળ અને સૌથી કિમતી વ્યક્તિ હતાં. હું ખુબ જ આભારી છુ કે આપની સાથે મને આટલો સમય વિતાવવા મળ્યો. અલ્લાહ મારો ફરિશ્તો હવે તમારી સાથે છે.

Instagram will load in the frontend.