Karnataka/ હિંદુ સંગઠનોની અપીલ – મુસ્લિમો પાસેથી ન ખરીદો સોનું, નહીં તો…

પ્રમોદ મુતાલિક અહીં જ ન અટક્યા, તેમણે કહ્યું, ‘આ એ જ કેરળ છે જે 800 હિન્દુઓની હત્યા માટે  જવાબદાર હતું. જ્વેલરી ખરીદવામાં આપણે જે પણ પૈસા ખર્ચીએ છીએ,

Top Stories India
મુસ્લિમો

કર્ણાટકમાં હિન્દુ સંગઠનોએ હવે મુસ્લિમો પાસેથી સોનું ન ખરીદવાનું આહ્વાન કર્યું છે. તાજેતરના ભૂતકાળમાં રાજ્યના વિવિધ ભાગોમાં બંને પક્ષો વચ્ચે હિંસાના કિસ્સાઓ સામે આવ્યા બાદ રાજ્ય સરકાર એલર્ટ પર છે. દરમિયાન શ્રી રામ સેનાના પ્રમુખ પ્રમોદ મુતાલિકે કહ્યું કે, ‘અક્ષય તૃતીયા નજીક આવી રહી છે. કેરળમાં ઘણા મુસ્લિમ જ્વેલર્સ છે. મોટાભાગની જ્વેલરીની દુકાનો કેરળના મુસ્લિમોની છે. હું લોકોને ત્યાંથી ખરીદી ન કરવા વિનંતી કરું છું.

પ્રમોદ મુતાલિકે કરી હતી અપીલ

પ્રમોદ મુતાલિક અહીં જ ન અટક્યા, તેમણે કહ્યું, ‘આ એ જ કેરળ છે જે 800 હિન્દુઓની હત્યા માટે  જવાબદાર હતું. જ્વેલરી ખરીદવામાં આપણે જે પણ પૈસા ખર્ચીએ છીએ, તે કેરળના મુસ્લિમ સંગઠનોને જાય છે, જ્યાં હિન્દુઓની હત્યા થઈ રહી છે. હિંદુઓ પર હુમલા થઈ રહ્યા છે, લવ જેહાદ થઈ રહી છે. આજે 12000 થી વધુ છોકરીઓને મુસ્લિમ બનાવવામાં આવી છે. આ જ્વેલરી ખરીદીને આપણે ફક્ત પોતાના માટે જ બગાડી રહ્યા છીએ. હું લોકોને હિંદુ ઝવેરીઓ પાસેથી જ ખરીદી કરવા વિનંતી કરું છું. આજે (જમણેરી પાંખ દ્વારા) શરૂ થયેલ ચળવળને હું પૂરા દિલથી મારું સમર્થન આપું છું.

આ મહિનાની શરૂઆતમાં, મેંગલુરુમાં ચામુન્ડી ટેકરીઓ પર હિંદુ મંદિરોની નજીક બિન-હિન્દુ વેપારીઓ પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરવામાં આવી હતી. આની પાછળનો તર્ક એવો હતો કે આ તેમને હાંસિયામાં ધકેલી દેવાની ષડયંત્ર હતી. હિંદુ સંગઠનો દ્વારા લોકોને હલાલ માંસ ન ખરીદવા માટે પ્રોત્સાહિત કરવા માટે એક અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:વિદેશી મહેમાનોની પરોણાગતમાં કયા સુધી ઝૂંપડપટ્ટી પર સફેદ પડદા નાખશો ? 

ગુજરાતનું ગૌરવ