OMG!/ Apple કંપની જલ્દી જ લાવી રહી છે સ્માર્ટ કાર, મળશે એવી ટેકનોલોજી જે અન્ય કારમાં નથી

એપલ તેની ઇલેક્ટ્રિક કાર પર કામ કરી રહી છે. આ અંગે અત્યાર સુધીમાં અનેક અહેવાલો સામે આવ્યા છે. આપણે એપલની ઘણી ટેક્નોલોજીની પેટન્ટ પણ જોઈ છે, પરંતુ કંપનીએ જે નવી ટેક્નોલોજીની પેટન્ટ કરાવી છે તે તદ્દન અલગ છે.

Tech & Auto
11 31 Apple કંપની જલ્દી જ લાવી રહી છે સ્માર્ટ કાર, મળશે એવી ટેકનોલોજી જે અન્ય કારમાં નથી

એપલ તેની ઇલેક્ટ્રિક કાર પર કામ કરી રહી છે. આ અંગે અત્યાર સુધીમાં અનેક અહેવાલો સામે આવ્યા છે. આપણે એપલની ઘણી ટેક્નોલોજીની પેટન્ટ પણ જોઈ છે, પરંતુ કંપનીએ જે નવી ટેક્નોલોજીની પેટન્ટ કરાવી છે તે તદ્દન અલગ છે. આ કોઈ સ્માર્ટફોન નથી પરંતુ કાર સાથે જોડાયેલી ટેક્નોલોજી છે. ચાલો જાણીએ તેની ખાસ વાતો.

11 32 Apple કંપની જલ્દી જ લાવી રહી છે સ્માર્ટ કાર, મળશે એવી ટેકનોલોજી જે અન્ય કારમાં નથી

આ પણ વાંચો – New Feature / હવે વધશે ગ્રુપ એડમિનનો પાવર, જ્યારે તમે ઈચ્છો ત્યારે ગ્રુપમાંથી કોઈપણ મેસેજ ડિલીટ કરી શકો છો

Apple ને યુએસ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસ તરફથી કાર સનરૂફ માટે પેટન્ટ મળી છે. બ્રાન્ડની સનરૂફ પેટન્ટ મુજબ તેમાં ઓપ્ટિકલ ગ્લાસ મળશે. એટલે કે કારનો ડ્રાઈવર સનરૂફની પારદર્શિતાને એડજસ્ટ કરી શકે છે. આ રીતે, તે ડ્રાઇવરનાં હાથમાં રહેશે કે તે સનરૂફનો ઉપયોગ કેવી રીતે કરવા માંગે છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, પેટન્ટ જણાવે છે કે સનરૂફ બાજુની બારીઓ સાથે એક ક્રમમાં ખુલશે. જ્યારે વર્તમાન કારમાં આ ટેક્નોલોજી ફિક્સ્ડ સનરૂફ સાથે આવે છે. એપલ કાર ચલાવતી વખતે, તમે કારનાં સનરૂફ વિશે ઘણી વસ્તુઓ ગોઠવી શકો છો. આમાં, કાર ચાલક નક્કી કરી શકશે કે શું તેને કારમાં માત્ર સૂર્યપ્રકાશ જોઈએ છે કે તે તાજી હવા માટે આખો સનરૂપ ખોલવા માંગે છે. જો રિપોર્ટ્સનું માનીએ તો, તમે Apple CarPlay અથવા Siri સાથે આ સનરૂફનો ઉપયોગ કરી શકશો. જો કે, આ પેટન્ટ અન્ય સંકેત આપે છે કે બ્રાન્ડ એપલ કાર પર કામ કરી રહી છે. તાજેતરમાં કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે Apple તેની સેલ્ફ-ડ્રાઇવિંગ વ્હીકલ સિસ્ટમ પર કામ કરી રહી છે. જો કે આ બધી માહિતી સાચી હોય તો પણ એપલ કારને લોન્ચ થવામાં ત્રણથી ચાર વર્ષ લાગી શકે છે.

11 33 Apple કંપની જલ્દી જ લાવી રહી છે સ્માર્ટ કાર, મળશે એવી ટેકનોલોજી જે અન્ય કારમાં નથી

આ પણ વાંચો – TRAIના નવા નિયમો / હવે મોબાઈલ રિચાર્જનો મહિનો 28 નહીં, 30 દિવસનો થશે, TRAIએ કંપનીઓને આપ્યા આદેશ

આપને જણાવી દઈએ કે, કંપનીએ હજુ સુધી પોતાના કાર પ્રોજેક્ટ વિશે સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી. જો રિપોર્ટ્સનું માનીએ તો Apple એક ઇલેક્ટ્રિક કાર પર કામ કરી રહી છે, જેમાં સેલ્ફ ડ્રાઇવિંગ સિસ્ટમ સહિત અન્ય ઘણા ફીચર્સ જોવા મળશે.