રાજ્યમાં આપઘાતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. એક પછી એક સતત આપઘાતના બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. વાંકાનેર તાલુકાના દલડી ગામ નજીક આવેલ રેલ્વે યાર્ડ પાસે યુવક અને યુવતીએ સજોડે ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી તો બનાવની જાણ થતા વાંકાનેર રેલ્વે પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી જઈને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :નવસારીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારના લીધે માસૂમ બાળકનો લેવાયો ભોગ, જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, ગત મોડી રાત્રીના સમયે દલડી ગામ નજીક રેલ્વે યાર્ડ પાસે યુવક અને યુવતીએ સજોડે ટ્રેન હેઠળ કુદી આપઘાત કરી લીધો હતો બનાવને પગલે વાંકાનેર રેલ્વે પોલીસના ઇન્દ્રજીતસિંહ ઝાલા સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી હતી જે બનાવમાં પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવાન ગાંગીયાવદર ગામના વિજય ગોરધનભાઈ ગોંડલીયા (ઉ.વ.26) અને યુવતી થાન તાલુકાના ઉંડવી ગામની ફાલ્ગુની મંછારામ ગોંડલીયા હોવાનું જાણવા મળ્યું છે.
આ યુવક અને યુવતીની સગાઇ થઇ ચુકી હતી અને બે માસ બાદ લગ્ન નીર્ધાયા હતા દરમિયાન યુવક અને યુવતી ગત રાત્રીના ઘરેથી નીકળી ગયા બાદ ટ્રેન હેઠળ પડતું મુકીને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. સગાઇ થઇ ચૂકેલ યુવક અને યુવતીએ ક્યાં કારણોસર સજોડે આપઘાત કર્યો તે રહસ્ય વધુ ઘેરાયું છે અને બંનેના મોત થયા હોય જેથી રહસ્ય પરથી કદાચ ક્યારેય પડદો નહિ ઉચકાય તેવી સંભાવના પણ રહેલી છે.
આ પણ વાંચો : શિક્ષિકાએ ઘેનની 20 ગોળીઓ ખાઈને કર્યો આપઘાતનો પ્રયાસ, સુસાઇડ નોટમાં લખ્યું…
આ પણ વાંચો :ગુજરાતમાં અલગ અલગ આપઘાતની ઘટના, બે લોકોએ આ કારણોસર ટૂંકાવ્યું જીવન
આ પણ વાંચો :SRP જવાનની બસને નડ્યો અકસ્માત, 17ને થઈ ઈજા, 4ની હાલત ગંભીર
આ પણ વાંચો : ગુજરાતના 50 હજાર ખેડૂતોને થશે ફાયદો, ખેતીબેંકની લોન 25 ટકા જ ભરવાની રહેશે….