Not Set/ કોમેડિયન સુનીલ ગ્રોવરને હાર્ટમાં બ્લોકેજ હોવાથી મુંબઈમાં સર્જરી કરાઈ…

કોમેડિયન સુનીલ ગ્રોવરને હાર્ટમાં બ્લોકેજ હોવાથી મુંબઈમાં સર્જરી કરવામાં આવી છે.હેલ્થ કન્ડિશન આવી હોવા છતાંય સુનીલે પહેલાં પુણેમાં શૂટિંગ કર્યું હતું

Health & Fitness Lifestyle
સુનીલ

એક અહેવાલ પ્રમાણે, સુનીલ ગ્રોવરને હાર્ટમાં બ્લોકેજ હતું. અને તેથી જ સર્જરી મંબઈમાં કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સર્જરી પહેલાં સુનીલ ગ્રોવરે પુણેમાં વેબ સિરીઝનું શૂટિંગ પૂરું કર્યું હતું. હેલ્થ કન્ડિશન આવી હોવા છતાંય સુનીલે પહેલાં પુણેમાં શૂટિંગ કર્યું હતું. તેણે પ્રોફેશનલ એટીટ્યૂડ રાખીને પહેલાં પોતાનું કમિટમેન્ટ પૂરું કર્યું હતું અને ત્યારબાદ મુંબઈમાં સર્જરી કરાવી હતી.

આ પણ વાંચો:શિક્ષિકાએ ઘેનની 20 ગોળીઓ ખાઈને કર્યો આપઘાતનો પ્રયાસ, સુસાઇડ નોટમાં લખ્યું…

ડૉક્ટર્સેનાં મતે સુનીલની તબિયત
સુનીલ ગ્રોવરની મુંબઈની એશિયન હોસ્પિટલમાં હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર, સુનીલ ગ્રોવર હવે સલામત છે અને તેની તબિયતમાં પણ સુધારો થઈ રહ્યો છે.

સુનીલ

સુનીલ ગ્રોવરે પંજાબ યુનિવર્સિટીમાંથી થિયેટરમાં માસ્ટર ડિગ્રી લીધી છે. સુનીલે આરતી સાથે લગ્ન કર્યા છે અને તેમને એક દીકરો મોહન છે. સુનીલ ગ્રોવરના કરિયરની વાત કરીએ તો તેણે સ્વર્ગીય કોમેડિયન જસપાલ ભટ્ટી સાથે ‘ફૂલ ટેન્શન’માં કામ કર્યું હતું. ત્યારબાદ સુનીલ વિવિધ શોમાં જોવા મળ્યો હતો. જોકે, સુનીલ ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ના ગુત્થી તથા ‘ધ કપિલ શર્મા શો’ના ડૉ.ગુલાટીના રોલથી લોકપ્રિય થયા હતા.

સુનીલ

સુનીલે બોલિવૂડમાં પણ કામ કર્યું
સુનીલે 1998માં ‘પ્યાર તો હોના હી થા’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. છેલ્લે 2019માં સલમાન ખાન સાથે ફિલ્મ ‘ભારત’માં જોવા મળ્યો હતો. સુનીલે વેબસિરીઝ ‘તાંડવ’ તથા ‘સનફ્લાવર’માં પણ કામ કર્યું છે.

આ પણ વાંચો: ગુજરાતના 50 હજાર ખેડૂતોને થશે ફાયદો, ખેતીબેંકની લોન 25 ટકા જ ભરવાની રહેશે….

આ પણ વાંચો:બ્રહ્મસમાજનું દુર્ગાધામનું થશે નિર્માણ, ૨૫૦ કરોડનાં ખર્ચે બનશે બાવળા તાલુકામાં….