Technology/ ચીનની વીડિયો ગેમ એપ બંધ કરી શકે છે Apple, જાણો શું છે કારણ

સૌથી મોટી સ્માર્ટફોન કંપની Apple એ ફરી એકવાર ચીની એપ ડેવલપર્સને ધમકી આપી છે. એપલ એપ સ્ટોરમાંથી હજારો વીડિયો ગેમિંગ એપ્લિકેશનને દૂર કરવા આ ધમકીઓ આપવામાં આવી છે…

Tech & Auto
zzas 138 ચીનની વીડિયો ગેમ એપ બંધ કરી શકે છે Apple, જાણો શું છે કારણ

સૌથી મોટી સ્માર્ટફોન કંપની Apple એ ફરી એકવાર ચીની એપ ડેવલપર્સને ધમકી આપી છે. એપલ એપ સ્ટોરમાંથી હજારો વીડિયો ગેમિંગ એપ્લિકેશનને દૂર કરવા આ ધમકીઓ આપવામાં આવી છે.

ધ વોલ સ્ટ્રીટ જર્નલનાં એક અહેવાલ મુજબ, બીજિંગે ઇન્ટરનેટ પર કંટ્રોલને ટાઇટ બનાવ્યું છે અને કેટલાક નવા નિયમો પણ બનાવ્યા છે. જેના કારણે હજારો ચાઇનીઝ વીડિયો ગેમ એપ્લિકેશનને એપલ એપ સ્ટોરથી દૂર કરી શકાય છે. એપ સર્ચ ફર્મ Sensor Tower નાં ડેટા મુજબ, પહેલા પણ હજારો એપ્સ તેના ચાઇનીઝ ઓનલાઇન સ્ટોર પરથી એપલ દ્વારા હટાવી લેવામાં આવી છે. તેમાં લગભગ 94,000 ગેમિંગ એપ્લિકેશનો શામેલ છે.

Apple develops alternative to Google search | Financial Times

આ કારણે ચાઇનીઝ એપ્સ પર લાગી શકે છે પ્રતિબંધ

Apple એ એક મેમોમાં કહ્યું હતું કે ઘણી બધી એપ્સે સરકાર દ્વારા જારી કરાયેલા લાઇસન્સનાં પુરાવા રજૂ કર્યા નથી. આવા ડોવલોપર્સે વર્ષનાં અંત સુધીમાં સરકારી લાઇસન્સની એક નકલ સબમિટ કરવાની રહેશે, નહીં તો આ વીડિયો એપ્લિકેશનને એપલ એપ સ્ટોરથી પ્રતિબંધિત કરવામાં આવશે.

Fortnite isn't coming back to Apple mobile devices any time soon - SlashGear

ચાઇના છે એપલનું સૌથી મોટું એપ સ્ટોર માર્કેટ

આપને જણાવી દઇએ કે, ચાઇના એપલનું સૌથી મોટું એપ સ્ટોર માર્કેટ છે, જ્યાંથી કંપનીને એક વર્ષમાં લગભગ 16.4 અબજ ડોલરનું વેચાણ થાય છે. જો આપણે અમેરિકાની વાત કરીએ, તો એપલને 15.4 અબજ ડોલરની આવક થાય છે. આ મહિનાની શરૂઆતમાં, ચીને અમેરિકન ટ્રાવેલ પ્લેટફોર્મ Tripadvisor એપ સાથે કેટલાક ઓનલાઇન સ્ટોર્સમાંથી 104 અન્ય મોબાઇલ એપ્લિકેશનોને દૂર કરી હતી.

Auto / જાણો કયા ફેરફારો સાથે લોન્ચ થઇ રહી છે Toyota Fortuner…

Technology / ગ્લોબલ બજારમાં એન્ટ્રી કરવા જઇ રહી છે OnePlus Watch, જાણો શુ…

Auto / આ પાંચ Car એ મચાવી 2020 માં ધૂમ, જુઓ સમગ્ર લિસ્ટ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો