નિમણૂક/ પંજાબના નવા DGP તરીકે સિદ્વાર્થ ચટ્ટોપાધ્યાયની નિમણૂક…

ઇકબાલ પ્રીત સહોતાના સ્થાને, ચટ્ટોપાધ્યાય પંજાબ પોલીસના ડીજીપી તરીકે કાર્યભાર સંભાળશે,જ્યાં સુધી UPSC પેનલ નામોને અંતિમ સ્વરૂપ ન આપે

Top Stories India

પંજાબમાં કોંગ્રેસ સરકાર હાલ એકશન મોડમાં જોવા મળી રહી છે,વિધાનસભાની આગામી ચૂંટણી માટે રાજ્ય સરકારે કમર કસી છે ત્યારે રાજ્યના DGP તરીકે ચન્ની સરકારે સિદ્વાર્થ ચટ્ટોપાધ્યાય નિમણૂક કરી છે,સરકારે ઇકબાલ પ્રીત સહોતાના સ્થાને આ નિમણૂક કરી છે. ઇકબાલ પ્રીત સહોતાના સ્થાને, ચટ્ટોપાધ્યાય પંજાબ પોલીસના ડીજીપી તરીકે કાર્યભાર સંભાળશે,જ્યાં સુધી UPSC પેનલ નામોને અંતિમ સ્વરૂપ ન આપે. 1986 બેચના IPS અધિકારી સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાય ડીજીપી બન્યા પછી પણ વિજિલન્સ બ્યુરોના ચીફ ડાયરેક્ટરનું પદ જાળવી રાખશે. સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાયને પણ નવજોત સિંહ સિદ્ધુનું સમર્થન છે.

 

 

રસપ્રદ વાત એ છે કે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશને છ મહિનાની સેવા બાકી હોવાના માપદંડ સાથે રાજ્ય પોલીસ વડાની પસંદગી માટે કટ-ઓફ તારીખ 5 ઓક્ટોબર નક્કી કરી છે. જેના કારણે ચટ્ટોપાધ્યાય અને 1988 બેચના આઈપીએસ ઓફિસર રોહિત ચૌધરી ડીજીપીની રેસમાંથી બહાર થઈ ગયા છે.