માવતર લાજ્યું/ અરવલ્લીઃ નવજાત બાળકી મળી આવી, મમતાને શર્માવતી એક બીજી ઘટના

ઘટના માલપુરના મુખીનામુવાડા ગામ પાસે બની છે જેમાં એક ખેતરમાં નવજાત બાળકીને તરછોડી દેવમાં આવી છે. આ નવજાત બાળકીની જાણ ખે

Gujarat Others
અરવલ્લીઃ નવજાત બાળકી

આ કળયુગના સમયમાં માનવતા ક્યાં જશે આ એક મોટો સવાલ છે. જ્યાં બાળકીઓને પહેલા દૂધપીતી કરવાનો રિવાજ હતો, અને હવે તેમને ગમે ત્યાં તરછોડી દેવામાં આવે છે. આવો જ એક શરમજનક કિસ્સો અરવલ્લીમાંથી સામે આવ્યો છે. જ્યાં ફરી એકવાર મમતાને લજવતી ઘટના સામે આવી છે. આ ઘટના માલપુરના મુખીનામુવાડા ગામ પાસે બની છે જેમાં એક ખેતરમાં નવજાત બાળકીને તરછોડી દેવમાં આવી છે. આ નવજાત બાળકીની જાણ ખેતરમાલિકને થતા તરત જ તેને પોલીસ અને 108ને જાણ કરી દીધી હતી.

થોડા જ સમયમાં 108 ત્યાં પહોચી આવી હતી. અને બાળકીને તરત જ સારવાર માટે લઇ જવાઈ હતી. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.અત્યારે બાળકીને માલપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે.

આ અગાઉ આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ પર રાજકોટમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક માની કુખે તાજી જન્મેલી બાળકીને તરછોડી દેવામાં આવી છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલી કે. ટી શેઠ બાળકોની હોસ્પિટલમાં બાળકીને છોડી દેવામાં આવી હતી.

આ પણ વાંચો : Canada Fire/ કેનેડાનાં જંગલમાં લાગી ભીષણ આગ, 16,000 લોકો ફસાયા; ટીમ આ રીતે બચાવ્યા

આ પણ વાંચો:ધોનીની સ્ટમ્પિંગ ઓલ ટાઇમ હિટ,માત્ર 0.12 સેકન્ડમાં શુભમન ગિલ આઉટ, જુઓ વીડિયો

આ પણ વાંચો:IPLની ફાઇનલમાં ગુજરાતે ચેન્નાઇને આપ્યો 215 રનનો ટાર્ગેટ,સુદર્શનની વિસ્ફોટક ઇનિંગ્સ

આ પણ વાંચો: IPLની ફાઇનલ રમતાની સાથે જ ધોનીએ રચ્યો આ ઇતિહાસ