Ahmedabad News: અમદાવાદ શહેરમાં ગોતા વિસ્તારમાં આવેલી પ્રેમ સ્કૂલના સંચાલકોએ વિદ્યાર્થીઓને ફરજીયાત લીલા રંગનું સ્વેટર પહેરી શાળાએ આવવાનું કહેતા વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. અગાઉ શિક્ષણમંત્રી પ્રફુલ પાનસરિયાએ ગુજરાત રાજ્યની તમામ શાળાઓને સ્પષ્ટ આદેશ આપ્યા હતા કે, કોઈ પણ શાળા વિદ્યાર્થીઓને સ્પષ્ટ રંગનું સ્વેટર પહેરવાનો આદેશ નહીં આપી શકે.
થોડા દિવસ પહેલા શહેરમાં આવેલી એપોલો ઈન્ટરનેશનલ સ્કૂલની મનમાનીનો પર્દાફાશ થયો હતો. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે શિયાળો શરૂ થતાં જ વિદ્યાર્થીઓને ખાસ ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી રહી છે. જેમાં વાલીઓને ખાસ પ્રકારના બ્લેઝર અને જેકેટ ખરીદવાની સૂચના આપવામાં આવી હતી. શિયાળામાં શાળામાંથી જ બ્લેઝર અને જેકેટ ખરીદવા પર ભાર મૂકવામાં આવતો હતો. રાજ્યની અનેક ખાનગી શાળાઓમાં યુનિફોર્મ સહિત ઠંડીમાં સ્વેટરને લઈને ચોક્કસ પ્રકારનો ડ્રેસકોડ હોય છે. અમદાવાદ DEOએ શાળાઓને યુનિફોર્મ સ્વેટર માટે દબાણ ન કરવા આદેશ કર્યો છે. જેમાં તેમણે વિદ્યાર્થીઓને ગરમ વસ્ત્રો પહેરીને આવવા દેવાની સૂચના પણ આપી હતી. જો કે, રાજ્યની ઘણી શાળાઓ વિદ્યાર્થીઓને શાળા અથવા શાળા સંલગ્ન સ્ટોરમાંથી સ્વેટર ખરીદવાની સૂચના આપે છે.
શાળાઓ વિદ્યાર્થીઓને ચોક્કસ કલરના અને ચોક્કસ બ્રાન્ડના સ્વેટર પહેરવા ફરજ પાડે છે. મામલે વાલીઓએ અનેક વખત શિક્ષણ વિભાગને ફરીયાદ કરી છે. જેના બાદ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ શાળા સંચાલકોને લાલ આંખ બતાવતા શાળામાં સ્વેટર ડ્રેસ કોડ ના રાખવાનો આદેશ આપ્યો છે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે કોઈપણ શાળા વિદ્યાર્થીને ચોક્કસ પ્રકારના અને ચોક્કસ બ્રાન્ડના સ્વેટર પહેરવાનો આગ્રહ કરી શકશે નહી. જો કોઈ શાળા વિદ્યાર્થીઓને સ્વેટર મામલે ફરજ પાડશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:Mahakumbh 2025: સૂર્ય અને ગુરૂથી ખાસ સંબંધ છે કુંભમેળાનો, જાણો કેવી રીતે તારીખ અને સમય નક્કી થાય છે…
આ પણ વાંચો:જાણો આત્મહત્યા પાછળ ગ્રહોની ભૂમિકા! લગ્ન પહેલા કુંડળી મેળાપ કેટલું જરૂરી?
આ પણ વાંચો:વર્ષ 2025નું પ્રથમ ચંદ્રગ્રહણ કઈ તારીખે થશે, જાણો ગ્રહણ કેવી રીતે થાય છે