Not Set/ તો, પોતાના સંબંધો જાહેર કરી દેશે અર્જુન કપુર મલાઇકા અરોરા?

મુંબઇ છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે અર્જુન કપુર કથિત રીતે મલાઈકા અરોરાને ડેટ કરી રહ્યો છે. એવુ પણ કહેવામાં આવી રહ્યુ છે કે અરબાઝ ખાનથી અલગ થયાના થોડા સમય પહેલાથી જ મલાઈકા અને અર્જુન એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. જો કે આ ચર્ચાઓ પર મલાઈકા અને અર્જુને ક્યારેય પોતાની પ્રતિક્રિયા આપી […]

Uncategorized
722981 malaikaarora arjunkapoor 082718 તો, પોતાના સંબંધો જાહેર કરી દેશે અર્જુન કપુર મલાઇકા અરોરા?

મુંબઇ

છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે અર્જુન કપુર કથિત રીતે મલાઈકા અરોરાને ડેટ કરી રહ્યો છે. એવુ પણ કહેવામાં આવી રહ્યુ છે કે અરબાઝ ખાનથી અલગ થયાના થોડા સમય પહેલાથી જ મલાઈકા અને અર્જુન એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા.

જો કે આ ચર્ચાઓ પર મલાઈકા અને અર્જુને ક્યારેય પોતાની પ્રતિક્રિયા આપી નથી અને ક્યારેય પોતાના કથિત રીલેશનશિપને કન્ફર્મ પણ નથી કર્યુ,પરંતું હાલમાં જ લેક્મે ફેશન વીક ૨૦૧૮માં બન્ને સાથે જોવા મળ્યા હતા અને ત્યારથી ફરી એકવાર તેમની વચ્ચેના સંબંધોને લઈને અટકળો શરુ થઈ ગઈ છે.

આ વખતે ખાસ વાત એ રહી કે અર્જુન અને મલાઇકાએ મીડિયાની હાજરીને પણ અવગણીને ખુલ્લેઆમ સાથે બેસી વાતો કરતા નજરે પડ્યા. બન્ને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા અને એવુ લાગી રહ્યુ છે કે હવે બન્ને પોતાના સંબંધોને ઓફિશિયલ જાહેર કરી શકે છે.

સુત્રોના જણાવ્યા મુજબ, અરબાઝ અને તેનો પરિવાર મલાઈકાની આ રીલેશનશિપથી ખુશ નથી. તેમજ બોની કપુર પણ પોતાના પુત્ર અર્જુનની આ કથિત રીલેશનશિપથી ખુશ નથી. સુત્રોનું કહેવુ છે કે, થોડા દિવસ અગાઉ એવુ કહેવામાં આવી રહ્યુ હતું કે, બોની કપુર આ રીલેશનશિપથી સલમાનની નારાજગી અને અર્જુનના કરીયર પ્રભાવિત થવાને લઈ પરેશાન છે