Not Set/ અર્જુન રામપાલ કોરોના પોઝિટિવ, ફેન્સને આપી જાણકારી

દેશમાં કોરોનાવાયરસનાં કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે. બોલિવૂડમાં પણ આ ખતરનાક વાયરસ ખૂબ જ ઝડપે ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધી બોલિવૂડની અનેકો હસ્તીઓ આ વાયરસનો શિકાર બની ચૂકી છે.

Top Stories Entertainment
Untitled 16 અર્જુન રામપાલ કોરોના પોઝિટિવ, ફેન્સને આપી જાણકારી

દેશમાં કોરોનાવાયરસનાં કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે. બોલિવૂડમાં પણ આ ખતરનાક વાયરસ ખૂબ જ ઝડપે ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધી બોલિવૂડની અનેકો હસ્તીઓ આ વાયરસનો શિકાર બની ચૂકી છે. હવે અભિનેતા અર્જુન રામપાલ પણ આ મહામારીની ઝપટમાં આવી ગયા છે. આ અંગે અર્જુન રામપાલે પોતે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે તેમનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે કહ્યું કે આપણે બધા મળીને આ રોગચાળાને હરાવીશું. અર્જુને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે મારો કોવિડ-19 ટોસ્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે મને કોરોનાનાં કોઈ સિમટમ્સ નથી.

અર્જુન રામપાલે શનિવારે સાંજે પોતાનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ હોવાની માહિતી આપી હતી. અર્જુને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, મારો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે મને કોરોનાનાં કોઈ સિમટમ્સ નથી, હુ હાલમાં આઈસોલેશનમાં છુ. જરૂરી દવાઓ પણ લીધી છે. હું જરૂરી બધા પ્રોટોકોલોને અનુસરી રહ્યો છું. છેલ્લાં દસ દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તે તમામ જરૂરી સાવચેતી રાખે. આ આપણા માટે ખૂબ જ ડરામણો સમય છે, પરંતુ જો આપણે જાગૃત હોઈશું તો આપણે થોડા દિવસોમાં જ તેનાથી મુક્તિ મેળવીશું. સાથે મળીને આપણે કોરોનાને હરાવીશું.

Instagram will load in the frontend.

અર્જુન રામપાલ પહેલા અભિનેતા સોનુ સૂદ પણ કોરોના પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ છે. ગયા વર્ષે કોરોનાવાયરસનાં સંકટનાં સમયગાળામાં લોકો માટે મસીહા તરીકે ઉભરનાર અભિનેતા સોનુ સૂદ હવે આ ખતરનાક વાયરસની ઝપટમાં આવી ગયો છે. સોનુએ ટ્વિટ કરીને ચાહકોને માહિતી આપી છે કે તે કોવિડ ચેપગ્રસ્ત છે. તેણે જણાવ્યું છે કે તેણે બધી સાવચેતી રાખી છે અને હવે તે આઈસોલેશનમાં છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ