આરોપી/ ઓકસિજન અને દવાના નામે 1 હજાર લોકો પાસેથી 2 કરોડ ઠગનાર 2 વિદેશી નાગરિકોની ધરપકડ

બે વિદેશી નાગરિકો પકડાયા

India
delhi ઓકસિજન અને દવાના નામે 1 હજાર લોકો પાસેથી 2 કરોડ ઠગનાર 2 વિદેશી નાગરિકોની ધરપકડ

ઓક્સિજન સિલિન્ડર અને કોરોનાની દવાઓ ઉપલબ્ધ કરાવવાના બહાને છેતરપિંડી કરનાર આંતરરાષ્ટ્રીય ગેંગના બે વિદેશી નાગરિકોની દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ બન્ને વિ દેશી આરોપીઓએ 1 હજાર લોકોને છેતર્યા હતા તેમણે અત્યાર સુધી 2 કરોડ રૂપિયા ઠગીયા છે.

આ બન્ને આરોપીઓ એક નાઇજિરીયાનો છે અને બીજો ઘાનાનો છે. આ બન્ને દિલ્હીના પંચશીલ વિહાર વિસ્તારમા રહે છે. આ ન્ને આરોપીઓના નામ ચીકા બેનેથ અને બીજાે જોનાથન છે.દિલ્હી પોલીસમાં એક ફરિયાદ થઇ હતી આ ફરિયાદ 5 મે ના રોજ કરવામાં આવી હતી.આ ફરિયાદ માં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સોશિયલ મીડિયા પર એક નંબર દ્વારા ધંધા કરવામાં આવે છે.ફરિયાદીએ નંબર પર ફોન કર્યો હતો તેમાં ઓક્સિજનના સિલિન્ડરના 16હજાર અને ટ્રાન્સપોર્ટના અલગથી 4 હજાર આપવાની વાત થઇ હતી બન્ને આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા હતા.

આ બન્ને આરોપીઓ પાસેથી 1 165 સીમકાર્ડ, 22 મોબાઇલ ફોન, 5 લેપટોપ, 4 ડેબિટ કાર્ડ, 16000 રૂપિયાની રોકડ અને 2 વાઇફાઇ ડોંગલ્સ કબજે કરી છે. પોલીસે જણાવ્યું હતું   કે પકડાયેલા બે વિદેશી નાગરિકોએ આખા ભારતના 1000 થી વધુ લોકો પાસેથી બે કરોડથી વધુની છેતરપિંડી કરી છે. એટલું જ નહીં, બંને ગુનેગારોએ છેતરપિંડીના પૈસા મેળવવા માટે ભારતભરમાં ફેલાયેલા 17 બેંક ખાતાઓનો ઉપયોગ કર્યો છે.