Not Set/ ફેસબુક એપને લોકો કરી રહ્યા છે ‘અન્ફ્રેન્ડ’, એક રિસર્ચમાં સામે આવ્યા આ આંકડા

ફેસબુક કેમ્બ્રિજનાં એનાલીટીકા ડેટા સ્કેન્ડલની અસર ફેસબુક પર દેખાઈ રહી છે. એક નવી સ્ટડી અનુસાર ચાર લોકોમાંથી એકથી વધુ યુઝરે ફેસબુકને ડીલીટ કરી દીધું છે. આ આંકડા ફેસબુક એપ ડીલીટ કરવાના છે નહિ કે ફેસબુક અકાઉન્ટ ડીલીટ કરવાના. આ ફેસબુક ડીલીટ કરવાવાળા યુઝર્સની ઉમર 18 થી 29 વર્ષની છે. કારણકે ફેસબુક ડીલીટ કરનારા લોકોમાં   44% […]

World
mantavya news . 1 ફેસબુક એપને લોકો કરી રહ્યા છે ‘અન્ફ્રેન્ડ’, એક રિસર્ચમાં સામે આવ્યા આ આંકડા

ફેસબુક કેમ્બ્રિજનાં એનાલીટીકા ડેટા સ્કેન્ડલની અસર ફેસબુક પર દેખાઈ રહી છે. એક નવી સ્ટડી અનુસાર ચાર લોકોમાંથી એકથી વધુ યુઝરે ફેસબુકને ડીલીટ કરી દીધું છે. આ આંકડા ફેસબુક એપ ડીલીટ કરવાના છે નહિ કે ફેસબુક અકાઉન્ટ ડીલીટ કરવાના.

આ ફેસબુક ડીલીટ કરવાવાળા યુઝર્સની ઉમર 18 થી 29 વર્ષની છે. કારણકે ફેસબુક ડીલીટ કરનારા લોકોમાં   44% યુઝર્સ યંગ છે. પ્યુ રિસર્ચના ડેટા અનુસાર ફેસબુક યુઝર્સમાંના 74% યુઝર્સે પોતાના ફેસબુક અકાઉન્ટમાં જરૂરી બદલાવ કર્યા છે. જેવાં કે પ્રાઇવસી સેટિંગ, થોડા સમય માટે ફેસબુકથી બ્રેક અથવા ફેસબુકને ફોનમાંથી ડીલીટ કરવું.

પ્યુ રિસર્ચે આ સ્ટડી અમેરિકાના વયસ્કો પર 29 મે થી લઈને 11 જુન સુધી કરી હતી. આ એ સમય હતો જયારે કેમ્બ્રિજનાં એનાલીટીકા ડેટા સ્કેન્ડલને લઈને ફેસબુક સવાલોનાં ઘેરામાં હતો.

આ રીસર્ચ અનુસાર ¼ થી વધારે અમેરિકી ફેસબુક યુઝર્સે પોતાના ફોનમાંથી એપ ડીલીટ કરી છે. 54% અમેરિકી યુઝર્સે એપ સેટિંગ્સમાં ફેરફાર કર્યા છે અને એમાંથી 42% યુઝર્સે અમુક અઠવાડિયા માટે ફેસબુક એપ વાપરવાનું બંધ કરી દીધું. પ્યુ રિસર્ચે 4594 યુઝર્સ પર આ સર્વે કર્યો હતો.