Not Set/ લખીમપુર હિંસાના મુખ્ય આરોપી આશિષ મિશ્રાને ડેન્ગયુ થયો,સારવાર જેલની હોસ્પિટલમાં

લખીમપુર હિંસાના મુખ્ય આરોપી કેન્દ્રીય મંત્રીના પુત્ર આશિષ મિશ્રાને ડેન્ગ્યુ થયો છે. પોલીસ રિમાન્ડ પર રહેલા આશિષ મિશ્રાની બે વખતની તપાસમાં ડેન્ગ્યુ તેમજ બ્લડ સુગર વધવાની પુષ્ટિ થઈ છે

Top Stories India
ashish લખીમપુર હિંસાના મુખ્ય આરોપી આશિષ મિશ્રાને ડેન્ગયુ થયો,સારવાર જેલની હોસ્પિટલમાં

યુપીના પ્રખ્યાત લખીમપુર હિંસાના મુખ્ય આરોપી કેન્દ્રીય મંત્રીના પુત્ર આશિષ મિશ્રાને ડેન્ગ્યુ થયો છે. પોલીસ રિમાન્ડ પર રહેલા આશિષ મિશ્રાની બે વખતની તપાસમાં ડેન્ગ્યુ તેમજ બ્લડ સુગર વધવાની પુષ્ટિ થઈ છે. મેડિકલી ફીટ ન હોવાને કારણે પોલીસ આશિષ મિશ્રાની પૂછપરછ કરવામાં અસમર્થ છે. ડેન્ગ્યુની પુષ્ટિ કર્યા પછી, પોલીસે શનિવારે મોડી રાત્રે આશિષને જેલમાં દાખલ કર્યો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. હાલમાં તેની સારવાર જેલની હોસ્પિટલમાં કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો જરૂર પડશે તો રિકવર થયા બાદ તેમને ફરીથી રિમાન્ડ પર લઈ શકાય છે.

લખીમપુર હિંસાના મુખ્ય આરોપી આશિષ મિશ્રા ઉર્ફે મોનુને શુક્રવારે સાંજે પોલીસે 48 કલાકના રિમાન્ડ પર લીધા હતા. જ્યારે આશિષ મિશ્રા જેલમાંથી બહાર આવ્યા અને પોલીસ તેને પોતાની સાથે ક્રાઈમ બ્રાન્ચ લઈ ગઈ ત્યારે તેની તબિયત ઠીક ન હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બહાર આવતા પહેલા તેણે જેલમાં કેટલાક ટેસ્ટ કરાવ્યા હતા. તેમને તાવની ફરિયાદ હતી. કહેવાય છે કે શનિવારે તેમનો ટેસ્ટ રિપોર્ટ આવ્યો હતો, જેમાં તે ડેન્ગ્યુ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ફરી તપાસ કરવા મોનુનું મેડિકલ કરાવ્યું. જેમાં પણ તેમને ડેન્ગ્યુ પોઝીટીવ જણાયો હતો.

એડિશનલ એસપી અરુણ કુમાર સિંહે આ વાતની પુષ્ટિ કરી છે. કહેવાય છે કે મેડિકલ રિપોર્ટમાં તેમની સુગર પણ વધી ગઈ છે. મેડિકલી ફીટ ન હોવાને કારણે પોલીસે તેની પૂછપરછ કરવી યોગ્ય ન માનતાં તેને શનિવારે મોડી સાંજે જેલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે જો વધુ જરૂર પડશે તો સ્વસ્થ થયા બાદ તેમને ફરીથી રિમાન્ડ પર લેવામાં આવશે અને તેમની પૂછપરછ કરવામાં આવશે.