Ashwin five/ અશ્વિનનો પંજો અને વેસ્ટઇન્ડિઝ 150 રનમાં ઓલઆઉટ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ ડોમિનિકાના વિન્ડસર પાર્કમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા મેચના પહેલા જ દિવસે યજમાન વેસ્ટ ઈન્ડિઝ પર પ્રભુત્વ જમાવતી દેખાઈ હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ પ્રથમ દાવમાં 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

Top Stories Sports
Ashwin અશ્વિનનો પંજો અને વેસ્ટઇન્ડિઝ 150 રનમાં ઓલઆઉટ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ Ashwin-Five ટેસ્ટ ડોમિનિકાના વિન્ડસર પાર્કમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા મેચના પહેલા જ દિવસે યજમાન વેસ્ટ ઈન્ડિઝ પર પ્રભુત્વ જમાવતી દેખાઈ હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ પ્રથમ દાવમાં 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી સૌથી વધુ 47 રન અલીક અથાન્જેએ બનાવ્યા હતા. ભારત તરફથી સ્પિનર ​​આર અશ્વિને પોતાના ખાતામાં 5 વિકેટ લીધી હતી. જવાબઃ પ્રથમ દાવમાં બેટિંગ કરતા ભારતે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 80 રન બનાવી લીધા છે.

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ શરૂઆતમાં સારી Ashwin-Five દેખાતી હતી. પરંતુ, લંચ સુધી ટીમે 68 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી વેસ્ટ ઈન્ડિઝના 8 બેટ્સમેનો બીજા સેશન સુધી એટલે કે ટી. ત્રીજા સેશનમાં બેટિંગ કરવા આવેલી યજમાન ટીમ વધુ સમય ટકી શકી ન હતી અને 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

વેસ્ટ ઈન્ડિઝના મોટાભાગના બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા

વેસ્ટ ઈન્ડિઝના મોટાભાગના બેટ્સમેનો Ashwin-Five નિષ્ફળ રહ્યા હતા. પાંચ બેટ્સમેન ડબલ ફિગર પણ પાર કરી શક્યા ન હતા. ઓપનિંગ કેપ્ટન ક્રેગ બ્રેથવેટે 20, બીજા ઓપનર ચંદ્રપોલે 12, ત્રીજા નંબરે રેઇફર 2, ચોથા નંબરે બ્લેકવુડ 14, પાંચમા નંબરે એલીક અથાન્જે 47, છઠ્ઠા નંબરે જોશુઆ 2, હોલ્ડરે 18 નંબરે, અલઝારી જોસેફે આઠમાં 4 રન બનાવ્યા, કોર્નવોલે નવમા નંબરે 19*, રોચે 1 અને વોરિકને એક સ્કોર કર્યો.

ભારતીય સ્પિનર ​​મજબૂત

ભારત તરફથી સ્પિનર ​​આર અશ્વિને 5 વિકેટ પોતાના નામે કરી હતી. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ લીધી હતી. આ સાથે જ ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરને 1-1 સફળતા મળી હતી.

અશ્વિનની પિતા-પુત્રને આઉટ કરવાની અનોખી સિદ્ધિ

અશ્વિને વિન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટમાં Ashwin-Five પિતાપુત્ર બંનેને આઉટ કરવાની અનોખી સિદ્ધિ મેળવી હતી. તેણે અગાઉ શિવનારાયણચંદ્રપૌલની વિકેટ ઝડપી હતી અને આ વખતે તેના તેગનારાયણને આઉટ કરવાની સિદ્ધિ પણ મેળવી છે. તે અગાઉ ચંદ્રપૌલને ચાર વખત આઉટ કરી ચૂક્યો છે. આ સાથે તે આ પ્રકારની સિદ્ધિ મેળવનારો છઠ્ઠો બોલર બન્યો છે.

રોહિત શર્મા સાથે જયસ્વાલ સારી લયમાં

વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ દાવ માટે બેટિંગ માટે Ashwin-Five ફાળવ્યા બાદ ભારતીય ટીમ સારી લયમાં જોવા મળી હતી. ટીમ તરફથી કેપ્ટન રોહિત શર્મા સાથે ડેબ્યૂ કરનાર યશસ્વી જયસ્વાલ ઓપનિંગમાં આવ્યો હતો. પ્રથમ દિવસના અંત સુધીમાં બંને બેટ્સમેનોએ મળીને 80 રન બનાવી લીધા હતા. આ દરમિયાન યશસ્વી જયસ્વાલ 40* અને રોહિત શર્મા 30* રને અણનમ પરત ફર્યા હતા. અત્યારે ટીમ ઈન્ડિયા 70 રનથી પાછળ છે.

 

આ પણ વાંચોઃ Elon Musk/ ટેસ્લા કંપનીના CEO એલોન મસ્કે નવી કંપની XAI લોન્ચ કરી,ChatGPTનો બનશે વિકલ્પ!

આ પણ વાંચોઃ Quran Burning In Sweden/ UNHRCમાં કુરાન સળગાવવાના વિરોધમાં પ્રસ્તાવને મંજૂરી,ભારતે આ મામલે શું કહ્યું…

આ પણ વાંચોઃ Madhay Pardesh/ હેકર્સે કમલનાથનો મોબાઇલ કર્યો હેક,અનેક નેતાઓ પાસે માંગ્યા લાખો રૂપિયા

આ પણ વાંચોઃ Chatishghadh/ કોંગ્રેસે ચૂંટણી પહેલા સંગઠનમાં કર્યો મોટો ફેરફાર, આદિવાસી નેતા દિપક બૈજને છત્તીસગઢના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા

આ પણ વાંચોઃ Political/ પ્રફુલ્લ પટેલ અને અજિત પવાર દિલ્હી પહોંચ્યા,અમિત શાહ સાથે કરી મુલાકાત,કેબિનેટ વિસ્તરણ અંગે ચર્ચા!