Not Set/ એશિયન ગેમ્સ: સાઈના નેહવાલ બેડમિન્ટન સેમી-ફાઇનલ્સમાં પહોંચી સુનિશ્ચિત કર્યો એક મેડલ

  કોમનવેલ્થ ગેમ્સની વિજેતા સાઈના નેહવાલની એશિયન ગેમ્સ -2018 માં કોઈ મેડલ નક્કી થઇ ગયો છે. સાઈનાએ બૅડમિન્ટન વિમેન્સ સિંગલ્સનાં સેમી-ફાઈનલમાં પહોંચી ગઈ છે. ક્વાર્ટર-ફાઇનલ્સમાં તેણે થાઇલેન્ડની રતચાનોક ઇંતાનોનને 21-18 અને 21-16 થી હરાવી દીધી હતી. પ્રથમ ગેમમાં એવું લાગતું હતું કે, સાઈના મેચની પ્રથમ ગેમ ગુમાવશે. પહેલી ગેમમાં ભારતીય શટલર સાઈન નેહવાલે નિરાશાજનક શરૂઆત […]

Top Stories India Sports
maxresdefault 11 એશિયન ગેમ્સ: સાઈના નેહવાલ બેડમિન્ટન સેમી-ફાઇનલ્સમાં પહોંચી સુનિશ્ચિત કર્યો એક મેડલ

 

કોમનવેલ્થ ગેમ્સની વિજેતા સાઈના નેહવાલની એશિયન ગેમ્સ -2018 માં કોઈ મેડલ નક્કી થઇ ગયો છે. સાઈનાએ બૅડમિન્ટન વિમેન્સ સિંગલ્સનાં સેમી-ફાઈનલમાં પહોંચી ગઈ છે. ક્વાર્ટર-ફાઇનલ્સમાં તેણે થાઇલેન્ડની રતચાનોક ઇંતાનોનને 21-18 અને 21-16 થી હરાવી દીધી હતી.

પ્રથમ ગેમમાં એવું લાગતું હતું કે, સાઈના મેચની પ્રથમ ગેમ ગુમાવશે. પહેલી ગેમમાં ભારતીય શટલર સાઈન નેહવાલે નિરાશાજનક શરૂઆત કરી હતી. પરંતુ બીજી ગેમમાં જીત મેળવીને સાઈના નેહવાલે સેમી-ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે સેમી ફાઇનલમાં સાઈન નહેવાલનો મુકાબલો વિશ્વના નં. 1 ચીની ખેલાડી તાઇપેની તાઈ જુ યીંગ સામે હશે.

એશિયન ગેમ્સ બેડમિન્ટન ટૂર્નામેંટની મહિલા સિંગલ્સ સ્પર્ધામાં આ પહેલી વાર ભારતે મેડલની પુષ્ટિ કરી છે. પહેલાં ક્યારેય કોઈ શટલરે મહિલા સિંગલ્સમાં એક પણ મેડલ જીત્યો ન હતો. રેકોર્ડ વિશે વાત કરીએ તો, છેલ્લી વખત સૈયદ મોદીએ 1982 માં બૅડમિન્ટન વ્યક્તિગત ઇવેન્ટમાં કાંસ્ય પદક જીત્યો હતો. આપને જણાવી દઈએ કે આ સાઈના અને થાઇ ખેલાડી વચ્ચેની 16 મી ગેમ હશે જેમાં તેઓ સામેસામે આવશે. જેમાં ભારતીય સ્ટાર શટલર સાઈન નેહવાલે 11 વખત જીટી હતી. એટલું જ નહીં, સાઈનાની આ વિરોધી સામે સતત પાંચમી જીત હતી.