આસામમાં વસ્તી નિયંત્રણ માટે બે બાળકોની નીતિ લાગુ કરવા જઇ રહેલા રાજ્ય વિરુદ્ધ ઘણા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ આક્ષેપોની વચ્ચે મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાએ શનિવારે કહ્યું હતું કે, જો કોઈ હિન્દુ છોકરો હિન્દુ છોકરી સામે જૂઠું બોલે છે, તો આ પણ જેહાદનો એક પ્રકાર છે.
રાજકારણ / મોંઘવારી પર રાહુલ ગાંધી બાદ હવે માયાવતીએ પણ સરકાર પર કર્યો શાંંબ્દિક પ્રહાર
મુખ્યમંત્રી હેમંત બિસ્વાએ કહ્યું કે, ટૂંક સમયમાં કેબિનેટ તેની વિરુદ્ધ કાયદો લાવશે. તેમણે વધુમાં કહ્યું કે, હિન્દુત્વ 5,000 વર્ષ જૂનું છે અને એક જીવનશૈલી છે. મોટાભાગનાં ધર્મોનાં અનુયાયીઓ હિન્દુઓનાં વંશજ છે. હિન્દુત્વને હટાવી શકાય તેમ નથી, કારણ કે તેનો અર્થ આપણી માતૃભૂમિથી દૂર જવાનુ કહેવાશે. લવ જેહાદનાં મુદ્દે મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમને આ શબ્દ પર વાંધો છે. પરંતુ કોઈને પણ મહિલા સાથે છેતરપિંડી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, કોઈ પણ મહિલાની સાથે કોઇ પણ દ્વારા છેતરપિંડી કરવામાં આવશે તો સરકાર તેને સહન કરશે નહીં – તે હિન્દુ હોય કે મુસ્લિમ હોય. અમારી બહેનોની સલામતી સુનિશ્ચિત કરવા આવા ગુનેગારો સામે યોગ્ય પગલા લેવામાં આવશે. જણાવી દઇએ કે, આસામનાં મુખ્યમંત્રી હેંમંતા બિસ્વા સરમા રાજ્યમાં તેમના ઘણા નિર્ણયો અંગે ચર્ચામાં છે. મુખ્યમંત્રી બન્યા પછી તેઓ વસ્તી નિયંત્રણ બિલ લાવ્યા. તેઓ રાજ્યમાં મદરસાઓ બંધ કરી સામાન્ય શાળાઓમાં ફેરવી રહ્યા છે.
નહી સુધરે / શું અમદાવાદીઓને તેમના બાળકોની પડી નથી? જુઓ રિવરફ્રન્ટ પર કોરોનાની ગાઇડલાઇન ભંગ કરાતા દ્રશ્યો
પાડોશી રાજ્યો સાથેની સરહદ પર તણાવ અંગે આસામનાં મુખ્યમંત્રીએ કહ્યું કે, આસામ-નાગાલેન્ડ અને આસામ-મિઝોરમ બંને સરહદો પર થોડો તણાવ ચાલી રહ્યો છે. અમારી બંધારણીય સીમાને સુરક્ષિત રાખવા માટે આસામ પોલીસ તૈનાત કરવામાં આવી છે. પૂર્વોત્તર તરફનો પ્રવેશદ્વાર હોવાના કારણે અમે હંમેશા ચર્ચામાં રહેવા માટે તૈયાર છીએ. મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાએ વધુમાં કહ્યું કે, અમે અમારી જમીન પર અતિક્રમણ સહન કરીશું નહીં.
