Not Set/ પુત્રવધૂની વિદાય વખતે સસરા પહેરે છે સાડી, સ્ત્રીઓ જેમ થાય છે તૈયાર અને…

રાજગઢના સારંગપુરમાં પાલ સમાજના મોહનપાલ સિંહના પુત્રના લગ્ન હતા. આ જાન ઝાંસીના તહરૌલી ગામમાં ગઈ હતી. લગ્નમાં જાનૈયાઓ વચ્ચે વેવાઈને વેવણે મહિલાઓની જેમ તૈયાર કરીને સાડી પહેરાવીને ડાન્સ કરાવ્યો.

Ajab Gajab News
લગ્ન

આપણા દેશમાં લગ્ન એક તહેવારની જેમ ઉજવવામાં આવે છે. આ દરમિયાન વિવિધ સ્થળોએ વિવિધ પરંપરાઓ પણ નિભાવવામાં આવે છે. ક્યાંક વેવાઈ અને વેવાણ વચ્ચે નોક-જોક છે તો ક્યાંક સાળી અને જીજાજી વચ્ચે મજાક મસ્તી. તમે ઘણી પરંપરાઓ અને રિવાજો વિશે જોયું અને સાંભળ્યું હશે. પરંતુ આજે અમે તમને એક એવી પરંપરા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને વાંચીને તમે તમારું હાસ્ય રોકી નહીં શકો. જો કે આ પરંપરા ઉત્તર પ્રદેશના ઝાંસીમાં મનાવવામાં આવે છે, પરંતુ તે અચાનક ચર્ચામાં આવી  જ્યારે મધ્ય પ્રદેશના રાજગઢથી એક જાનમાં તે નિભાવવામાં આવી.

મહિલાઓની જેમ તૈયાર થયા વેવાઈ

હકીકતમાં, રાજગઢના સારંગપુરમાં પાલ સમાજના મોહનપાલ સિંહના પુત્રના લગ્ન હતા. આ જાન ઝાંસીના તહરૌલી ગામમાં ગઈ હતી. લગ્નમાં જાનૈયાઓ વચ્ચે વેવાઈને વેવણે મહિલાઓની જેમ તૈયાર કરીને સાડી પહેરાવીને ડાન્સ કરાવ્યો. આ દરમિયાન મહિલાઓ અપશબ્દો બોલતી રહી અને વેવાઈ ડાન્સ કરતાં રહ્યા.

જ્યારે આ અનોખી પરંપરા નિભાવવામાં આવી રહી હતી ત્યારે તમામ જાનૈયાઓ હસતાં રહ્યા હતા. તેમાંથી કેટલાકે વેવાઈનો ડાન્સનો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો. જ્યારે જાન  ગામમાં પાછી આવી, ત્યારે બધે ચર્ચાઓ થવા લાગી.

પરંપરા પાછળની વાર્તા

આ પરંપરા વિશે એવું કહેવાય છે કે જ્યારે ભગવાન કૃષ્ણએ બ્રજમાં ગોપીઓ સાથે રાસ રમ્યા, ત્યારે તેમણે લીલા કરી હતી. તેવી જ રીતે આ પરંપરા ઉજવવામાં આવે છે. જેમાં યુવતીની વિદાય સમયે તમામ વેવાઈઓને મહિલાઓના વસ્ત્રો પહેરાવીને શણગારવામાં આવે છે. શણગાર કરતી વખતે સ્ત્રીઓ અપશબ્દો  ગાય છે. જેના કારણે વાતાવરણ ખુશનુમા રહે છે અને યુવતીએ ખુશીથી વિદાય લીધી હતી. એટલું જ નહીં, તે બંને પરિવારો અને ગામ વચ્ચે મજબૂત બંધન પણ બનાવે છે.

આ પણ વાંચો :બ્રિટનમાં જન્મ્યો આવો વિચિત્ર પ્રાણી જોઈને આવી હેરિપોટરના ડોબીની યાદ

આ પણ વાંચો :ગ્રામજનોને લાગી આવ્યું મેણું, વહુને લાવવા 6 લાખમાં બુક કરાવ્યું હેલિકોપ્ટર, જાણો સમગ્ર ઘટના

આ પણ વાંચો :McDonald’s Spriteને લઇ સોશિયલ મીડિયા પર છવાયા Memes,જાણો કેમ ?

આ પણ વાંચો :અત્યાર સુધીમાં 78 વખત કોરોના પોઝિટિવ આવ્યો છે આ વ્યક્તિ, કોવિડને લઈને બનાવ્યો અનોખો રેકોર્ડ

આ પણ વાંચો :ભારતનું સૌથી અનોખું ગામ, જ્યાં લોકો પાસે બે દેશોના છે વિઝા, જાણો ક્યાં આવ્યું છે આ ગામ