પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સોમવારે જમીનને લઈને અજાણ્યા હુમલાખોરો દ્વારા એક હિન્દુ વેપારીની કથિત રીતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના સોમવારે રાત્રે સિંધના ઘોટકી જિલ્લાના ડહારકી શહેરમાં બની હતી. મૃતકની ઓળખ શૈતાન લાલ તરીકે થઈ છે. પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયો પર અત્યાચારની આ તાજેતરની ઘટના છે. અગાઉ 4 જાન્યુઆરીએ સિંધ પ્રાંતના અણજ મંડીમાં અન્ય એક હિન્દુ વેપારી સુનીલ કુમારની અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી હતી.
આ પણ વાંચો :ઓમિક્રોનનો ખતરો હજુ ટળ્યો નથી, નિયમોમાં છૂટછાટ આપવી ખોટું સાબિત થશે : WHO
અહેવાલ મુજબ, વેપારીની હત્યાના કારણે સમગ્ર શહેરના તમામ બજારો બંધ હતા. 30 જાન્યુઆરીના રોજ, પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ શહેર પેશાવરમાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા એક ખ્રિસ્તી પાદરીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને અન્ય એક ઘાયલ થયો હતો.
એક અહેવાલ અનુસાર, શૈતાન લાલની જમીન પર એક કોટન ફેક્ટરી અને લોટ મિલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જ્યાં કેટલાક લોકોએ તેને ગોળી મારીને હત્યા કરી હતી. “અમે શરૂઆતમાં વિચાર્યું હતું કે સમુદાયના આધ્યાત્મિક નેતા સેન સદારામ સાહેબનું સ્વાગત કરવા માટે હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
શૈતાન લાલે કર્યા હતા ધમકી આપ્યાના આક્ષેપો
વાયરલ થયેલા વીડિયોમાં શૈતાન લાલને થોડા મહિના પહેલા કહેતા સાંભળી શકાય છે, તેઓ મને મારી નાખવાની, મારી આંખો ફોડવાની અને મારા હાથ અને પગ કાપી નાખવાની ધમકી આપી રહ્યા છે. તેઓ મને પાકિસ્તાન છોડવા માટે કહી રહ્યા છે. હું આ દેશનો છું અને હું અહીં મરવા માંગુ છું, પણ આત્મસમર્પણ નહીં કરું. તેણે કહ્યું હતું કે રોડની બાજુની જમીન મારી છે અને હું તેને કેમ છોડું.
દેખાવકારોએ હાઈવે કર્યો બ્લોક
હિન્દુ વેપારીની હત્યાના વિરોધમાં મંગળવારે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રીય ધોરીમાર્ગને બ્લોક કરી દીધો હતો. ધરણા બાદ પોલીસે લાલની હત્યાના આરોપી ગેંગસ્ટર બચાલ દાહર અને તેના સાથીઓની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : ગુજરાતથી 60 કિમી દૂર ચીનની કંપનીને મળ્યું અબજો ડોલરનું ‘કાળું સોનું’, કંગાળ પાકિસ્તાન બન્યું માલામાલ
આ પણ વાંચો :સ્પેસએક્સ રોકેટનો ટુકડો આગામી અઠવાડિયામાં ચંદ્રની સપાટી સાથે અથડાઈ શકે છે
આ પણ વાંચો :રશિયા-યુક્રેનની સરહદની સ્થિતિ પર ચર્ચા કરવા માટેના મતદાનમાં ભારતે ભાગ ન લીધો
આ પણ વાંચો :કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો થયા કોરોના સંક્રમિત
