Bhavnagar News: ભાવનગરમાં કાલિયાબીડમાં આધેડ પર હુમલો કરવામાં આવ્યો છે. અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. થારર કાર વડે અકસ્માત સર્જીને હુમલો કરવામાં આવ્યો છે. આધેડને બચાવવા ગયેલા પુત્રને પણ માર મારવામાં આવ્યો છે. હુમલાખોરોએ આધેડને મારીને લૂંટી લીધાની પણ ફરિયાદ છે.
આધેડના બંને પુત્રોને પણ માર મારવામાં આવ્યો હતો. હુમલાખોરોએ 50 હજાર રૂપિયાની લૂંટ પણ ચલાવી હતી. પોલીસે આ ઘટનામાં પાંચ અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધીને તપાસ આદરી છે. પોલીસે યોગી ગોહિલ, દીપ કાઠી, કવન મહેતા, પાર્થ રાવ તેમજ તક્ષરાજસિંહ ગોહિલ સામે ફરિયાદ નોંધી છે.
પોલીસ હવે આ આરોપીઓની ગુનાખોરીનો ઇતિહાસ પણ ચકાસી રહી છે. તેની સાથે આ આરોપીઓ હિસ્ટ્રીશીટર છે કે નહી તેની પણ પોલીસ ચકાસણી કરી રહી છે. પોલીસનું માનવું છે કે તેઓએ રીતસર ખંડણી ઉઘરાવવાનો જ પ્રયત્ન કર્યો છે. પણ તેમા સફળતા ન મળતાં છેવટે લૂંટ કરીને સંતોષ માન્યો છે. તેથી તેમનો મૂળ હેતુ ખંડણીનો હતો. આના પગલે આ કેસમાં પોલીસ લૂંટનો ગુનો તો નોંધી જ શકે છે, પરંતુ તેની સાથે ખંડણીનો ગુનો અને ધાકધમકીનો ગુનો નોંધે તેમ માનવામાં આવે છે.
પોલીસ ભાવનગર જેવા નાના શહેરમાં આ પ્રકારે બનતાં ગુનાથી આશ્ચર્યમાં પણ પામી છે. ભાવનગરમાં આ રીતે ગુના સામાન્ય રીતે બનતા ખાસ જોવા મળતા નથી. ભાવનગર ગુનાખોરીના પ્રમાણમાં સૌરાષ્ટ્રના બીજા શહેરોની તુલનાે ઘણુ શાંત માનવામાં આવે છે. અહીં બીજા શહેરોની તુલનાએ ગુનાખોરીનું પ્રમાણ ઘણું ઓછું છે. આથી પોલીસ ઊભા થતાં નવા ગુનેગારોમાં દાખલો બેસાડવા માટે આકરાં પગલાં લે તો આગામી સમયમાં આ પ્રકારના બનાવો બનતાં રોકી શકાય છે, નહીં તો કદાચ આ નવી દોટ શરૂ થઈ જશે.

આ પણ વાંચોઃ ભાવનગરમાં અલકા ટોકીઝ પાસે લૂંટ મામલે કરી પાંચ આરોપીની ધરપકડ
આ પણ વાંચોઃ ભાવનગર કરમડિયા લૂંટનું પ્લાનિંગ જાણી તમે પણ ચોંકી જશો
આ પણ વાંચોઃ લૂંટ ના ઇરાદે કરાઈ એક વૃદ્ધ પુરુષની હત્યા
