Business/ સ્ટોક માર્કેટ તરફ યુવાનોનુ આકર્ષણ, કોરોના મહામારી બાદ ડિમેટ અકાઉન્ટની સંખ્યા વધી

કોરોના મહામારી બાદ જાણે સ્ટોક માર્કેટને લોકો ઇઝી સબ્જેક્ટમાં લેતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સ્ટોક માર્કેટમાં ટ્રેડર્સની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે.

Business
Untitled 1.png12 1 12 સ્ટોક માર્કેટ તરફ યુવાનોનુ આકર્ષણ, કોરોના મહામારી બાદ ડિમેટ અકાઉન્ટની સંખ્યા વધી

કોરોનાની મહામારી બાદ સ્ટોક માર્કેટ તરફ યુવાનો વધુ આકર્ષાઈ રહ્યા છે. ડિમેટ અકાઉન્ટની સંખ્યા કોરોના મહામારી બાદ ત્રણ ગણી વધી છે. તો પહેલા લોકો સટ્ટા બજાર તરીકે સ્ટોક માર્કેટને જોતા હતા પરંતુ હવે મની અર્નિંગ પ્લેટફોર્મ તરીકે લોકો સ્ટોક માર્કેટને જોઈ રહ્યા છે. તેથી જ વધુ પડતા યુવાનો સ્ટોક માર્કેટ તરફ આકર્ષાઈ રહ્યા છે.

  • ડિમેટ અકાઉન્ટની સંખ્યા ત્રણ ગણી વધી
  • 2021-22માં ડિમેટ અકાઉન્ટની સંખ્યા 7.3 કરોડ
  • 10 મહિનામાં આશરે 3 કરોડ નવા ડીમેટ એકાઉન્ટ્સ ખોલયા

કોરોનાની મહામારી બાદ સ્ટોક માર્કેટ તરફ યુવાનો વધુ આકર્ષાઈ રહ્યા છે. ડિમેટ અકાઉન્ટની સંખ્યા કોરોના મહામારી બાદ ત્રણ ગણી વધી છે. તો પહેલા લોકો સટ્ટા બજાર તરીકે સ્ટોક માર્કેટને જોતા હતા પરંતુ હવે મની અર્નિંગ પ્લેટફોર્મ તરીકે લોકો સ્ટોક માર્કેટને જોઈ રહ્યા છે. તેથી જ વધુ પડતા યુવાનો શોક માર્કેટ તરફ આકર્ષાઈ રહ્યા છે.

કોરોનાની મહામારીના કારણે લોકોના ધંધા રોજગારને ખૂબ જ મોટું નુકસાન થયું હતું. તો કેટલાક લોકોના ધંધા રોજગાર બંધ પણ થયા હતા. ત્યારે કોરોનાની મહામારી બાદ સ્ટોક માર્કેટમાં લોકો વધારે પડતો ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે. કોરોના મહામારી બાદ જાણે સ્ટોક માર્કેટને લોકો ઇઝી સબ્જેક્ટમાં લેતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સ્ટોક માર્કેટમાં ટ્રેડર્સની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. ભારતમાં 2018-19ના અંતે કુલ 3.5 કરોડ ડીમેટ ખાતા હતા. 2019-20માં આ સંખ્યા વધીને 4.09 કરોડ થઈ હતી. 2020-21માં ડિમેટ અકાઉન્ટની સંખ્યા 5.5 કરોડ થઈ અને 2021-22માં ડિમેટ અકાઉન્ટની સંખ્યા 7.3 કરોડ થઇ છે. SEBIના આંકડા અનુસાર 31 જાન્યુઆરી, 2022ના રોજ સમાપ્ત થતા નાણાકીય વર્ષ 2022ના 10 મહિનાના સમયગાળામાં આશરે 3 કરોડ નવા ડીમેટ એકાઉન્ટ્સ ખોલવામાં આવ્યા હતા. જે નાણાકીય વર્ષ 2020ની ગણતરી કરતા લગભગ 4 ગણા છે. હાલ ડિમેટ અકાઉન્ટ ની સંખ્યા 10 કરોડથી વધી હોવાનું પણ કહેવાય રહ્યું છે .મહત્વની વાત એ છે કે, સૌથી વધારે ટ્રેડર્સની સંખ્યા મહારાષ્ટ્રમાં અને ત્યારબાદ બીજો નંબર ગુજરાતનો આવે છે.

સ્ટોક માર્કેટને યુવાનો ઇઝી મની અને ઇઝી સબ્જેક્ટ માં લઇ રહ્યા હોવાના કારણે યુવાનો હવે ટ્રેડિંગ તરફ વળી રહ્યા છે. યુટ્યુબ પરથી સ્ટોક માર્કેટનું થોડું ઘણું નોલેજ મેળવીને પણ યુવાનો સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ શરૂ કરી ઇન્કમ કરી રહ્યા છે પરંતુ સ્ટોક માર્કેટની અધૂરી માહિતી લઈને જો ટ્રેનિંગ કરવામાં આવે તો 100 ટકા નુકસાનીનો ભય હોવાનું સ્ટોક માર્કેટના ટ્રેડર્સ કહી રહ્યા છે. મહત્વની વાત છે કે કોરોનાની મહામારી પહેલા મોટાભાગના લોકો સ્ટોક માર્કેટને સટ્ટા બજાર તરીકે જોતા હતા પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી સ્ટોક માર્કેટની માહિતી લોકો સુધી સારી રીતે પહોંચી હોવાના કારણે હવે લોકો મની અનિંગ પ્લેટફોર્મ તરીકે પણ સ્ટોક માર્કેટને જોઈ રહ્યા છે અને મોટાભાગે યુવાનો સ્ટોક માર્કેટ તરફ વધુ રસ દાખવી રહ્યા છે.

umpy skin disease/ મધ્યપ્રદેશમાં એલર્ટ, ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર પ્રાણીઓની અવરજવર પર પ્રતિબંધ