Ahmedabad/અમદાવાદ:ફલેટમાં ગાંજાની ખેતીનો મામલો, બે આરોપીને પકડવા પોલીસ રાંચી રવાના, રાંચીના બે યુવકે ગાંજાની ખેતીનું સેટઅપ ગોઠવ્યુ હતુ,ફલેટમાં ગાંજાનું સેટઅપ ગોઠવતા 45 દિવસ લાગ્યા હતા, ગાંજાના બીજ પણ રાંચીથી લાવવામાં આવ્યા હતા
Gujarat/આજે શીતળા સાતમનો તહેવાર, શ્રાવણ માસમાં શીતળા સાતમનું પણ વિશેષ મહત્વ, શીતળા સાતમ વ્રતની તૈયારી રાધણ છઠથી શરૂ થઈ જાય છે,સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે શીતળા સાતમનું વ્રત, શીતળા માતાની આજે થાય છે વિશેષ પૂજા, આજના દિવસે ઠંડુ ખાવાની પરંપરા
Ahmedabad/અમદાવાદ શહેરમાં મચ્છરોનો ઉપદ્વવ વધ્યો, સાત દિવસમાં ડેન્ગ્યુના 218 કેસ નોંધાયા, સાદા મલેરિયાના 60 અને ઝેરી મલેરિયાના 12 દર્દી, બોડકદેવ,લાંભા અને બાપુનગરમાં સૌથી વધુ કેસ
Gujarat/રાજયભરમાં SGSTના મોટા પાયે દરોડા, સુરત,દ્વારકામાં વેપારીઓના ત્યાં દરોડાની કામગીરી, સ્ક્રેપ અને કેમિકલના વેપારીઓ પર દરોડાની કાર્યવાહી, કોમોડિટી વેપારીઓ પર પણ દરોડાની કામગીરી કરાઇ, કરચોરી દસ્તાવેજોના આધારે સ્થળ પર દંડની કાર્યવાહી
Gujarat/6 વર્ષે ધો.1માં પ્રવેશને પડકારતી અરજી ફગાવાઇ, સરકારે કરેલા નિર્ણયને હાઇકોર્ટે બહાલી આપી, ધો.1માં પ્રવેશ માટે 6 વર્ષની ઉંમર ફરજીયાત રહેશે, સરકારના આ નિર્ણયને પડકારતી અરજી કરાઇ હતી
Gujarat/અમદાવાદ: શાહીબાગમાં બાવાએ વૃદ્ધને લૂંટી લીધા, સરનામુ પુછવાને બહાને વૃદ્ધની વીંટી કાઢી લીધી, ડફનાળા નજીકરસ્તો પુછવા વૃદ્ધને રોક્યા હતા, વૃદ્ધ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
Gujarat/રાજયમાં વરસાદ ખેંચાતા ડેમોમાં પાણીની ઘટ, ઓગષ્ટ મહિનો સંપૂર્ણ કોરોધાકોર રહેતા ઘટ, 207 જળાશયોમાં હાલ 76 ટકા પાણીનો જથ્થો, સૌરાષ્ટ્રના 140 ડેમમાં 81 ટકા જ પાણી, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 45 ટકા પાણી,કચ્છના 20 ડેમમાં 62 ટકા પાણી,એક મહિનામાં પાણીના નોંધપાત્ર ઘટ પડી છે
vadodra/વડોદરાના આજવામાં મકાનમાંથી એક કિલો ગાંજો પકડાયો,ગાંજાના જથ્થા સાથે પોલીસે એક યુવકની ધરપકડ કરી,પર્ણવાટીકા સોસાયટીમાંથી પોલીસે ગાંજો ઝડપી પાડયો, એસઓજીની ટીમે બાતમીના આધારે ગાંજાનો જથ્થો પકડ્યો
Gujarat/અમદાવાદ: ધોળકામાં સામુહિક આપઘાતનો મામલો, એક જ પરિવારના 4 લોકોએ દવા પીધી હતી, પોલીસે પરિજનોના નિવેદન નોંધ્યા, સામુહિક આપઘાતનું કારણ જાણવા પ્રયાસ, કોઇ ચિઠ્ઠી લખી હતી કે કેમ તેને લઇ તપાસ શરૂ, પિતા અને પુત્રના ઘટના સ્થળે જ મોત, માતા અને બીજો પુત્ર ગંભીર હાલતમાં સારવાર હેઠળ, ધોળકાના કુલીકુંડ વિસ્તારમાં બની હતી ઘટના, રામદેવનગર સોસાયટીમાં રહેતો હતો પરિવાર, સારવાર લઇ રહેલ પુત્ર તથા માતાની હાલત ગંભીર, ધોળકાની શરણમ હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર, આપઘાતની ઘટનાને પગલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ
Gujarat/બનાસકાંઠા: પાલનપુર 6 કરોડની લૂંટનો મામલો, પાલનપુરમાં લુંટાયો હતો અમદાવાદનો વેપારી, રાજયભરની પોલીસને એલર્ટ કરવામાં આવી, અમદાવાદ ક્રાંઇમબ્રાંચ પણ તપાસમાં જોડાશે, લૂંટની થીયરીને લઇ તપાસ શરૂ કરવામાં આવી, અજાણ્યા બુકાનીધારી શખ્સો લૂંટ ચલાવી ફરાર, વેપારી પાસેથી હીરા-સોના સહીત 6 કરોડની લૂંટ, આરોપીઓને ઝડપી પાડવા ઠેરઠેર પોલીસની નાકાબંધી