Gujarat/આજે AIMIMના અધ્યક્ષ આવશે સુરત, સાંજે 5 કલાકે આવશે સુરત એરપોર્ટ , અસદુદ્દીન ઓવૈસી જનસભાને કરશે સંબોધન , ભરૂચ-દહેજ રોડ પર કરશે ચૂંટણી સભા , BTP અને AIMIM વચ્ચે થયું છે ગઠબંધન , સ્થાનીય સ્વરાજની ચૂંટણીને લઈ કરશે સભા
Gujarat/રાજકોટ ભાજપમાં ટિકીટનો કકળાટ વધ્યો, ટિકીટનો કકળાટ વકરતા ભાજપની વધુ મુશ્કેલી, શહેર વોર્ડ નં.18માં કોળી સમાજ આવ્યો મેદાને, કોળી સમાજે ભાજપ પર કર્યા આક્ષેપ, કોળી સમાજને અન્યાય કર્યાનો આક્ષેપ, સમાજના લોકોએ લગાવ્યા પોસ્ટર ,, ભાજપનાં નેતાઓએ નહીં આવવુંના પોસ્ટર, વોર્ડ 18માં કોળી સમાજનું છે વર્ચસ્વ , વર્ચસ્વ હોવા છતા ટિકીટ નહીં મળતા રોષ
Gujarat/રાજ્યમાં 11.0 ડિગ્રી સાથે નલિયા-વલસાડ ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 13.3 ડિગ્રી તાપમાન, વડોદરામાં 13.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 17.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં લઘુત્તમ 13.6 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 10.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર
Gujarat/સુરતમાં UPSC ની તૈયારી કરતા યુવાનનો આપઘાત, મોટા વરાછાના મયુર દાંખરાએ કર્યો આપઘાત, પરીક્ષામાં નાપાસ થવાના ડરથી કર્યો આપઘાત, બી ટેક કર્યા બાદ UPSCની તૈયારી કરી રહ્યા હતો
Gujarat/સુરત પાસના અગ્રણીની કોંગ્રેસમાં એન્ટ્રી , ધાર્મિક માલવીયાને મળી કોંગ્રેસની ટિકિટ , મોટા વરાછા વોર્ડમાંથી કોંગ્રેસના ઉમેદવાર, આજે ધાર્મિક માલવિયા ઉમેદવારી નોંધાવશે, પાસના આંદોલનને ગતિશીલ રાખવામાં મોટો ફાળો
Gujarat/સુરત બોગસ બીલિંગ કૌભાંડ મામલો, GST વિભાગે 25 વેપારીઓને આપી નોટિસ, આરોપી પાસે બોગાસ બીલ ખરીદ્યા હતા , શહેરના મોટા વેપારીઓ થઈ શકે છે બેનકાબ, રૂ.400 કરોડથી વધુનું બોગસ બિલ કૌભાંડ, સેન્ટ્રલ જીએસટી દ્વારા આરોપીની કરાઈ હતી ધરપકડ, પૂછપરછમાં સામે આવ્યા વેપારીઓના નામ
Gujarat/વડોદરામાં ચૂંટણી પૂર્વે રાજકારણમાં ગરમાવો, MLA મધુ શ્રીવાસ્તવનો પુત્ર કોંગ્રેસમાંથી લડી શકે ચૂંટણી, પુત્ર દીપક શ્રીવાસ્તવ વોર્ડ નં.15માં લડી શકે છે ચૂંટણી, ભાજપે ટિકિટ ના આપતા નારાજ છે શ્રીવાસ્તવ, આજે કોંગ્રેસ ઉમેદવાર અંગે ચિત્ર થશે સ્પષ્ટ, વોર્ડ નં.15માં કોંગ્રેસે જાહેર નથી કર્યો ઉમેદવાર
Gujarat/જામનગર ભાજપમાં ભંગાણ યથાવત્, વોર્ડ નં 2 ના પૂર્વ કોર્પોરેટર AAPમાં જોડાયા, ચેતનાબેન પુરોહિત આમ આદમી પાર્ટીમાં જોડાયા, ટીકીટ ન મળતા નારાજ હતા ચેતનાબેન પુરોહિત
Gujarat/સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મામલો, ચૂંટણી ખર્ચ માટેની મર્યાદા નક્કી કરાઇ, મનપાના દરેક વોર્ડમાં 6 લાખની ખર્ચ મર્યાદા, નપાના ઉમેદવાર માટે 2.25 લાખની ખર્ચ મર્યાદા, 1 થી 9 વોર્ડ ધરાવતી નપામાં 1.50 લાખ ખર્ચ નક્કી, જિ.પંચા.માં 4 લાખ ખર્ચની મર્યાદા નક્કી તા.પંચા.માં 2 લાખ ખર્ચની મર્યાદા