નકલી પાયલોટ/વડોદરા એરપોર્ટ પર નકલી પાયલોટ ઝડપાયો, ગર્લફ્રેન્ડ, સગા-સંબંધી પર પ્રભાવ પાડવા બન્યો નકલી પાયલોટ, મહારાષ્ટ્રમાં ક્રુ ની ટ્રેનિંગ લેતો હતો આ નકલી પાયલોટ, નકલી પાયલોટ બની પહોંચ્યો વડોદરા એરપોર્ટ, CISFને શક પડતા તપાસમાં ફૂટ્યો યુવકનો ભાંડો, નકલી પાયલોટ બનેલા રક્ષિત માંગેલાની કરાઈ ધરપકડ, હરણી પોલીસે રક્ષિત સામે ફરિયાદ નોંધી કરી ધરપકડ
પાવાગઢમાં અકસ્માત/યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના ટળી, પાવાગઢ રોપ-વેમાં અચાનક સર્જાઈ ખામી, કેબલ ટ્રેક પરથી રોપ-વે ઉતર્યાની માહિતી, ઉડાન ખટોલામાં બેઠેલા લોકોના જીવ પડીકે બંધાયા, અડધો કલાક સુધી રોપ-વેમાં ઝૂલતા રહ્યા લોકો, હજુ થોડા દિવસ પહેલા જ કરાયું હતું મેન્ટેનન્સ, મેન્ટેનન્સના નામે 5 દિવસ બંધ રખાઈ હતી રોપ-વે સેવા, ઘટના બનતા મેન્ટેનન્સની કામગીરી પર પ્રશ્નો ઉઠ્યા, ઉષા બ્રેકો કંપનીની બેદરકારી હોવાની પણ લોક ચર્ચા
હાટકેશ્વર બ્રિજ/અમદાવાદઃ ખોખરા હાટકેશ્વર બ્રિજ કાંડ મામલો, બે હજારથી વધુ પાનાની દળદાર ચાર્જશીટ કોર્ટમાં રજૂ, અજય એન્જિનિયરિંગના ડાયરેક્ટર સહિત 10 સામે ચાર્જશીટ, ચાર્જશીટમાં 65થી વધુ સાક્ષીઓ દર્શાવ્યા, અનેક દસ્તાવેજી પુરાવાઓ પણ દર્શાવવામાં આવ્યા, ચાર્જશીટમાં 12થી વધુ આરોપી ભાગેડુ દર્શાવાયા,
Emarketplace/GeM કી નીકલ પડીઃ ઈ-માર્કેટપ્લેસ GeM પોર્ટલે રેકોર્ડ સમયમાં એક લાખ કરોડની ખરીદી હાંસલ કરી
સસ્પેન્ડ/અમરેલી: પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ બે કોંગી નેતા સસ્પેન્ડ, કુંકાવાવ તાલુકા કોંગ્રેસના બે આગેવાનોને કરાયા સસ્પેન્ડ, તાલુકા સમિતિ ઉપ પ્રમુખ રાજેશ દામોદરાને કરાયા સસ્પેન્ડ, રેણુકા પંચાયત સદસ્ય મુકેશ સોલંકીને પણ કરાયા સસ્પેન્ડ, તાલુકા કોંગ્રેસ પ્રમુખે બંને ને 6 વર્ષ માટે પક્ષમાંથી કર્યા સસ્પેન્ડ, બે કોંગી આગેવાનોને સસ્પેન્ડ કરતા પંથકમાં ચકચાર,
વિરોધ/સુરત: પુણાની નારાયણ નગર સોસા.માં સ્થાનિકોનો વિરોધ, પાલિકાએ કરેલા ડીમોલિશનને પગલે ભારે વિરોધ, સુરત મનપા દ્વારા કરાઈ રહ્યા છે તમામ TP રસ્તા ખુલ્લા, પાલિકા કર્મીઓએ ત્રીજી વખત નિશાન અંદર લીધું, ત્રણ-ત્રણ વખત ડીમોલિશન કરાતા સ્થાનિકોમાં રોષ, ડીમોલેશનમાં એક જ સાઈડ વધુ જગ્યા દબાવી હોવાના આક્ષેપ, પાલિકાના કર્મીઓ મીડિયાને જોઈ સ્થળ છોડી જતા રહ્યા, પાલિકાના કર્મીઓ સામે સ્થાનિકોએ કર્યા ગંભીર આક્ષેપ
મેયર/આગામી 9 સપ્ટેમ્બરે શહેરને મળશે નવા મેયર, અમદાવાદના મેયરની 9 સપ્ટેમ્બરે મુદ્દત થઇ રહી છે પૂર્ણ, મનપામાં મેયરના પદ માટે ભારે રસકારી, Dy. મેયર અને સ્ટે. કમિટીના ચેરમેન માટે પણ ખેંચતાણ, મેયર પદ સામાન્ય વર્ગના મહિલા માટે છે અનામત, મેયર પદ માટે મણિનગરના કોર્પો.નું નામ સૌથી આગળ, ભાજપના કોર્પો. શીતલ ડાગાનું નામ છે સૌથી આગળ, સ્ટે. કમિટીના ચેરમેન હિતેશ બારોટ થઇ શકે છે રિપીટ, સ્ટે. કમિટી ચેરમેનની રેસમાં છે મહાદેવ દેસાઈ, જૈનિક વકીલ પણ સ્ટે. કમિટી ચેરમેનની રેસમાં, જતીન પટેલ પણ સ્ટે. કમિટી ચેરમેનની રેસમાં