વિશ્વ ગુજરાતી ભાષા દિવસ/એ વિચારે ફૂલે ગજ-ગજ મારી છાતી, હું ને મારી ભાષા બન્ને ગુજરાતી, આજે 24 ઑગસ્ટ એટલે ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’, ગુજરાતી ભારતમાં છઠ્ઠી સૌથી વધુ બોલાતી ભાષા, બંધારણમાં સમાવિષ્ટ 22 સત્તાવાર ભાષાઓમાંની એક ભાષા ‘ગુજરાતી’, આદ્ય કવિ નર્મદના જન્મ દિવસે ઉજવાય છે ‘ગુજરાતી ભાષા દિવસ’, કવિ નર્મદના અમૂલ્ય યોગદાનનું સ્મરણ કરવા ઉજવાય છે આ દિવસ, ભાષાના સમૃદ્ધ વારસાના જતન માટે રાજ્ય સરકારના પ્રયાસો. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2021માં શરૂ કરાઈ છે “ગુજરાતી ભાષા પ્રચાર યોજના”. રાજ્યભરની તમામ પ્રા. શાળાઓમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ કરાયું ફરજિયાત, ધોરણ 1થી 8 સુધી ગુજરાતી ભાષાના શિક્ષણને ફરજિયાત કરાયું
હની ટ્રેપ/આણંદ: કલેકટર હનીટ્રેપ મામલો, એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ સસ્પેન્ડ, રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે કર્યા સસ્પેન્ડ, નાયબ મામલતદાર જે.ડી. પટેલ પણ સસ્પેન્ડ, કલેકટર ડી.એસ. ગઢવીને હનીટ્રેપમાં ફસાવા રચ્યો હતો કારસો. બિન અધિકૃત ફાઈલો ક્લિયર કરાવવા રચ્યો હતો ખેલ, હાલ કેતકી વ્યાસ સહિત 3 આરોપીઓ જેલ હવાલે
અભિનંદનની વર્ષા/ચંદ્ર મિશનની સફળતા માટે વિશ્વભરમાંથી અભિનંદનની વર્ષા, મિશન સફળ થતા બ્રિટને કહ્યું- ભારતે ઇતિહાસ રચ્યો, નાસાએ કહ્યું- મિશનના સહભાગી થવા પર અનમે અનહદ આનંદ, નાસાએ ઈસરોને અંતર માપવાના અને ટ્રેકિંગ ઉપકરણો પ્રદાન કર્યા છે
ચંદ્રયાન 3નું સફળ લેન્ડિંગ/ચંદ્ર પર ફરવા લાગી ‘ભારતની ગાડી’, લેન્ડરના અઢી કલાક બાદ રોવર બહાર આવ્યું, લેન્ડર બુધવારે સાંજે 6.40 કલાકે ચંદ્રની સપાટી પર ઉતર્યું, 2 કલાક 26 મિનિટ બાદ રોવર લેન્ડરમાંથી બહાર આવ્યું, રોવર છ પૈડાવાળો રોબોટ છે તે ચંદ્રની સપાટી પર ચાલશે, રોવરના પૈડાં પર અશોક સ્તંભની છાપ, રોવરના પગલે-પગલે અશોક સ્તંભની છાપ છાપતી જશે, રોવરનું મિશન જીવન 1 ચંદ્ર દિવસ છે, ચંદ્ર પરનો એક દિવસ પૃથ્વી પરના 14 દિવસ
પ્રિગોઝિનનું મોત/પુતિન સામે બળવો કરનાર વેગનર ચીફનું મોત, રશિયામાં પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યા, વેગનર ચીફ, વેગનર ગ્રુપના ચીફ યેવગેની પ્રિગોજિનનું મોત, બુધવારે મોડી રાત્રે વિમાન દુર્ઘટનામાં થયું મોત, વિમાન દુર્ઘટનામાં પ્રોગોજિન સહિત 10 લોકોના મોત, મોસ્કો- સેંટ પીટ્રસવર્ગની વચ્ચે બની વિમાન દુર્ઘટના
ચંદ્રયાન-3/ચંદ્ર પર ભારતનો જય જયકાર, ભારતે રચ્યો ચંદ્ર પર ‘વિક્રમ’, ચંદ્રયાન-3નું ચંદ્ર પર સફળતા પૂર્વક લેન્ડિંગ, કરોડો ભારતીયોની પ્રાર્થના-દુઆ ફળી, ISROના વૈજ્ઞાનિકોની મહેનત લાવી રંગ, દરેક ભારતીયોમાં આનંદની લાગણી છવાઈ, ભારત ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથો દેશ, ભારતના વૈજ્ઞાનિકોએ સર્જ્યો વધુ એક વિક્રમ, મંગળયાન બાદ ચંદ્રયાન-3માં પણ મળી સફળતા
લાલિયાવાડી/જામનગરની સરકારી કચેરીઓમાં રિયાલિટી ચેક, મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ સરકારી બાબુઓની લાલીયાવાડી, સરકારી કચેરીઓમાં વીજ ઉપકરણોનો બેફામ ઉપયોગ, જિલ્લા પંચાયત કચેરીમાં જ બિન જરૂરી વીજળીનો વપરાશ, કર્મચારી હાજર નહિ, પરંતુ લાઈટ-પંખા ચાલુ, ખાલી પડેલા ખુરશી-ટેબલ ખાઈ રહ્યા છે પંખાની હવા, કચેરીના શિક્ષણ વિભાગમાં લાઈટ-પંખા ચાલુ. કચેરીના વહીવટ વિભાગમાં પણ પ્રજાના પૈસે તાગડધિન્ના, બાંધકામ વિભાગની ઓફિસ બંધ, છતાં વીજ ઉપકરણો ચાલુ, CM ના આદેશોને ઘોળીને પી ગયા અધિકારીઓ