યુવકનો મૃતદેહ મળ્યો/ઉના: દીવ નજીક યુવકનો મૃતદેહ મળ્યો, વાશોજ ગામની દરીયાઈ ખાડીમાંથી મળ્યો મૃતદેહ, ખાડીમાં મૃતદેહ જોતા સ્થાનિકોએ કરી પોલીસને જાણ, નવાબંદર મરીન પોલીસે મૃતદેહને ખાડીમાંથી બહાર કાઢ્યો, યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો, મરીન પોલીસે મૃતકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી,
ઊંચી મૂર્તિઓ માટે જાહેરનામાનો અમલ શરૂ/રાજકોટ ગણેશ મહોત્સવ જાહેરનામાનો મામલો, ઊંચી મૂર્તિઓ માટે જાહેરનામાનો અમલ શરુ, જાહેરનામાની અમલવારી માટે તંત્રનું સઘન ચેકિંગ, નવ ફૂટથી ઊંચી મૂર્તિ બનાવનાર સામે નોંધાયો ગુનો, રેસ કોર્સ મેદાનમાં ચેકીંગ દરમિયાન નોંધાયો ગુનો, બાલભવનની અંદર મૂર્તિકાર સામે કરાઈ કાર્યવાહી, 9 ફૂટ કરતા વધુ ઊંચાઈની 7 મૂર્તિ જોવા મળી, મૂર્તિકાર પ્રદીપપ્રાલ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
કોમ્બિંગ/માંગરોળના મેરિન વિસ્તારમાં સ્પેશિયલ કોમ્બિંગ SP હર્ષદ મહેતાની આગેવાનીમાં સ્પેશિયલ કોમ્બિંગ, કોમ્બિંગ દરમિયાન અનેક ઈસમો હથિયાર સાથે ઝડપાયા, માંગરોળમાં પ્રથમ વાર સાડા ત્રણ કલાકનું સઘન કોમ્બિંગ, પોલીસ દ્વારા સતત સાડા ત્રણ કલાક ચાલીને કરાયું. કોમ્બિંગ પોલીસ ચોપડે નોંધાયેલ 213 ગુનેગારો રાઉન્ડઅપ કરાયા, RTO ના નિયમો તોડનાર 80 વાહનો ઝડપાયા, SP, માંગરોળ DySP, માંગરોળ PI કોમ્બિંગમાં હાજર, જૂનાગઢ LCB, SOG સહિતની ટીમ કોમ્બિંગમાં જોડાઈ
અતા પતા લાપતા/માછીમારી કરવા ગયેલ યુવક લાપતા થયાનો મામલો, મહુવાના માલણ બંધારાનો યુવાન થયો હતો લાપતા, તંત્ર દ્વારા કરવામાં આવી હતી યુવકની શોધખોળ, આજે વહેલી સવારે યુવકની ડેડબોડી મળી આવી, જીતેન બાંભણીયા નામના યુવકની ડેડબોડી મળી, ગત રોજ વહેલી સવારે માછીમારી માટે નીકળ્યો હતો, સાંજ સુધી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ આદરી, ગત રાત્રે તંત્ર પણ યુવકને શોધવા કામે લાગ્યું હતું, વહેલી સવારે ડેડબોડી મળતા પરિવારને જાણ કરાઈ, યુવકની ડેડબોડીને જનરલ હોસ્પિટલ ખસેડાઇ, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી
ચોરી/વલસાડના વાપીમાં તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં 16 થી વધુ દુકાનોના શટર તૂટ્યા, મુખ્ય રસ્તા પર આવેલા છે શોપિંગ કોમ્પલેક્ષ, બેફામ બનેલા તસ્કરોએ ફેંક્યો પોલીસને પડકાર, પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવાઓની ખુલી પોલ
આત્મહત્યા/કેશોદ: બગીચાના કૂવામાં મળી આવ્યો વૃદ્ધનો મૃતદેહ, સ્થાનિકોએ કુવામાં મૃતદેહ જોઈ પોલીસને કરી જાણ, પોલીસ અને ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો, મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, મૃતકનું નામ કલ્પેશ ચાંદ્રાણી હોવાનું સામે આવ્યું, બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાની વિગતો, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી
હત્યાનો પ્રયાસ/રાજકોટ: મિત્રના હાથે જ મિત્રની હત્યાનો પ્રયાસ, માત્ર રૂ. 50 ની ઉઘરાણીમાં ઝીંક્યા છરીના ઘા, રાજકોટના જીલ્લા ગાર્ડન પાસે બની ઘટના, ધ્રુવ મકવાણા નામના યુવક પર કરાયો હુમલો, જીગર પાસેથી લીધા હતા ધ્રુવે ઉછીના રૂપિયા, રૂપિયા પરત ન મળતા છરીના ઘા માર્યા, ગંભીર રીતે ઘાયલ ધ્રુવ હાલ સારવાર હેઠળ, પોલીસે જીગર અને ફરીદ તરીયાની અટકાયત કરી