શ્રાવણિયો સોમવાર/શ્રાવણના પ્રથમ સોમવારે વડોદરાવાસીઓ ભક્તિમાં લિન સાંસ્કૃતિક નગરીના મહાદેવ મંદિરોએ ઉમટી ભારે ભીડ મહાદેવના મંદિરે દર્શનાર્થે પહોંચ્યા સંસ્કારી નગરજનો માંજલપુરના કુબેરેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનો ધસારો શ્રાવણના પહેલા સોમવારે મહાદેવને કરાયો જળાભિષેક
જમીન કૌભાંડ/વડોદરા: 100 કરોડની સરકારી જમીન પચાવી પાડવાનો મામલો, શહેરના દંતેશ્વર, ડી-માર્ટ નજીક સરકારી જમીન પચાવી પડાઈ, જમીન પર બનાવાયા વ્હાઇટ હાઉસ અને ડુપ્લેક્સ સ્કીમ, મુખ્ય સૂત્રધાર સંજયસિંહ પરમારની કરવામાં આવી હતી ધરપકડ, કોર્પોરેશન અને સિટી સર્વેના 6 આરોપીઓની થઈ હતી ધરપકડ, હાઇકોર્ટનો તપાસ પર સ્ટે ઉઠી જતા ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં, સમગ્ર મામલે હવે ક્રાઈમ બ્રાન્ચ પહોંચી જેલમાં. સંજયસિંહ પરમારના હસ્તાક્ષરના નમૂના અને ફિંગર પ્રિન્ટ લીધા
શોષણ/સુરત: 24 કલાકની ડ્યુટીનો માત્ર 11 હજાર પગાર કોર્પોરેશનમાં સિક્યુરિટી ગાર્ડને લઈને મોટું કૌભાંડ AAP કોર્પોરેટરની વિઝિટે કર્યો એજન્સીનો પર્દાફાશ નિયમોનું ઉલ્લંઘન કરીને એજન્સી કરી રહી છે કમાણી શોષણ કરતી કંપનીને બ્લેક લિસ્ટ કરવા કરાઈ માંગ
વરસાદ/લાંબા વિરામ બાદ ફરી હાલાર પંથકમાં વરસાદી માહોલ જામનગરમાં વહેલી સવારથી જ શરૂ થયો ઝરમર વરસાદ લાંબા વિરામ બાદ મેઘ સવારી આવી પહોંચતા ખેડૂતો હરખાયા મગફળી, કપાસના પાક માટે આ વરસાદ બનશે આશીર્વાદ સમાન
ફરાર/રાજકોટ: વેપારીનું સોનુ લઇ વધુ એક બંગાળી કારીગર ફરાર વેપારીનું 450 ગ્રામ સોનુ લઇ કારીગર થયો ફરાર છેલ્લા 8 વર્ષથી દુકાનમાં કામ કરતો હતો બંગાળી કારીગર 29 વર્ષથી વેપારી કરી રહયા છે સોની બજારમાં કામ રૂ. 33.78 લાખના સોના સાથે બંગાળી કારીગર થયો ફરાર વેપારીએ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ કારીગર મુમતાજ અલી શેખ સામે નોંધાવી ફરિયાદ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝબ્બે કરવા કવાયત હાથ ધરી
અપહરણ/મહેસાણાના 70 વર્ષીય વૃદ્ધના અપહરણનો મામલો અપહરણ બાદ દીકરા પર આવ્યો હતો વૃદ્ધનો ફોન 3 લોકોએ અપહરણ કર્યાનું વૃધ્ધે દીકરાને જણાવ્યું મોડી રાત્રે ગામમાંથી જ અપહ્યત વૃદ્ધની મળી લાશ મોબાઈલ લોકેશન પર પોલીસ શોધતી રહી વૃદ્ધને આનંદપુરા ગામમાંથી જ મૃતદેહ મળી આવતા ચકચાર વૃદ્ધના અપહરણનો હજુ સુધી પોલીસને નથી મળ્યો પુરાવો 70 વર્ષીય વૃદ્ધ બાબુભાઇ પટેલના મોતનું રહસ્ય ઘેરાયું
રોગચાળો/સુરત બાદ હવે વડોદરા શહેરમાં વકર્યો રોગચાળો, દૂષિત પાણી અને મચ્છરોના ઉપદ્રવથી રોગચાળામાં વધારો, શહેરની સરકારી હોસ્પિટલોમાં લાગી દર્દીઓની લાંબી લાઈનો, માત્ર એક જ દિવસમાં અધધ 553 કેસો સામે આવ્યા, ગત રોજ ડેન્ગ્યુના 6, કોલેરાનો 1 કેસ સામે આવ્યો, ગત રોજ તાવના 49, ચિકનગુનિયાના 2 કેસો નોંધાયા, ઝાડા-ઉલ્ટીના પણ 47 કેસો ગત રોજ સામે આવ્યા, રોગચાળો વકરતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો, વડોદરા મહાનગર પાલિકાનું આરોગ્ય તંત્ર દોડતું થયું
વરસાદનો રાઉન્ડ/રાજ્યમાં આજથી વરસાદનો નવો રાઉન્ડ શરુ, અનેક વિસ્તારોમાં સામાન્યથી માધ્યમ વરસાદની આગાહી, મધ્યપ્રદેશમાં સર્જાયેલા લો પ્રેશરથી રાજ્યમાં રહેશે વરસાદ, કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, પવન સાથે રહેશે વરસાદ, આજે દમણ, મોરબી અને દ્વારકામાં વરસાદની આગાહી, સોમનાથ અને જામનગરમાં પણ વરસાદની શક્યતા, આવતીકાલે પાટણ, સાબરકાંઠા, ગાંધીનગરમાં આગાહી, અમદાવાદ, મહીસાગર, ડાંગ અને તાપીમાં પણ આગાહી, 23 ઓગષ્ટે સુરત અને નવસારીમાં વરસાદની સંભાવના, વલસાડ અને તાપીમાં પણ વરસાદ પડવાની શક્યતા, 24મીએ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી, મધ્ય ગુજરાતના પંચમહાલ અને દાહોદમાં વરસાદની આગાહી, જૂનાગઢ, પોરબંદર, અમરેલીમાં વરસાદની આગાહી
ડ્રોપઆઉટ રેશિયો/ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા શિક્ષણ વિભાગની કવાયત, અમદાવાદ જીલ્લાના 10 હજાર ડ્રોપઆઉટ વિધાર્થીઓને પાછા લાવવા આદેશ, ઓડિયો ક્લીપ જાહેર કરી શિક્ષણાધિકારીઓને આપી સૂચના, શિક્ષણ સચિવ વિનોદ રાવે શિક્ષણાધિકારીઓને માહિતગાર કર્યા, શિક્ષણ છોડી ગયેલા વિદ્યાર્થીઓને ટ્રેક કરી માહિતી એકત્ર કરવા સૂચના, ગુજરાતમાં શિક્ષણ કથળ્યું હોવાના કોંગ્રેસના આક્ષેપ, ડ્રોપઆઉટ રેશિયો પર કોંગ્રેસે ઉઠાવ્યા હતા સવાલ, 32 હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી: કોંગ્રેસ, રાજ્યમાં 28 હજાર વર્ગખંડોની મોટા પાયે ઘટ: કોંગ્રેસ, રાજ્યની 1657 શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે: કોંગ્રેસ, 14,652 શાળામાં માત્ર એક જ વર્ગખંડ: કોંગ્રેસ, એક વર્ગખંડમાં એકથી વધારે ધોરણના વિદ્યાર્થીઓને ભણવા માટે મજબૂર, કોંગ્રેસના આક્ષેપો બાદ શિક્ષણ વિભાગની કવાયત શરુ
ઇસ્કોન અકસ્માત કેસ/ઇસ્કોન અકસ્માત કેસમાં તથ્યની જામીન અરજી પર સુનાવણી, ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ બાદ તથ્યએ કરી રેગ્યુલર જામીન અરજી, પિતા પ્રજ્ઞેશ પટેલની વચગાળાની જામીન અરજી પર આવશે ચુકાદો, આજે 11 વાગ્યે ગ્રામ્ય કોર્ટ આપશે પ્રજ્ઞેશ પટેલની અરજી પર ચુકાદો