તિરંગાયાત્રા/સુરતમાં ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઈ સુરત મનપા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન તિરંગા યાત્રામાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી જોડાયા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ યાત્રામાં જોડાયા અંદાજીત 10 હજાર જેટલા લોકો યાત્રામાં જોડાયા ઉધના બસ સ્ટેશન ખાતેથી રેલીનું આયોજન કરાયું સુરતના વિવિધ વિસ્તારમાં ફરશે તિરંગા યાત્રા
વ્યાજખોરો બેફામ/ભાવનગરમાં ફરી એક વાર વ્યાજખોરો બન્યા બેફામ પૈસાની લેતીદેતીમાં વ્યાજખોરોએ કરી મારામારી શહેરના અક્ષરપાર્ક વિસ્તારમાં બની મારામારીની ઘટના ખારીયા હનુમાન પાસે રહેતા યુવકને મરાયો માર નરેશ પરમાર નામના યુવકને મારવામાં આવ્યો માર અજય મકવાણા પાસેથી યુવકે લીધા હતા વ્યાજે રૂપિયા વ્યાજે લીધેલ રૂ. 20 હજારનું વ્યાજ નહીં આપતા માર મરાયો અજય તથા અન્ય લોકોએ મળી યુવકના ઘરે પથ્થર મારો કર્યો લાકડી, ધોકા, પાઇપ જેવા હથિયાર વડે હુમલો પણ કર્યો હતો હુમલામાં બે થી ત્રણ લોકોને પહોંચી ઇજાઓ ઇજાગ્રસ્તોને સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખસેડાયા
કડીમાં ગાયોના મોત/મહેસાણા: કડીના થોળમાં નવ ગાયોના મોત વાડામાં રાખવામાં આવેલ 9 ગાયોના મોત નગરપાલિકા વિસ્તારમાંથી પકડેલી ગાયો વાડામાં હતી તંત્રની ઘોર બેદરકારીને પગલે 9 ગાય મોતને ભેટી પાણી અને ઘાસચારાના અભાવે 9 ગાયોના મોત જો આ જ સ્થિતિ રહેશે તો વધુ પશુઓના થઈ શકે છે મોત મહેસાણા નગરપાલિકા ગાયો પકડવા એજન્સીને ચૂકવે છે લાખ્ખો રૂપિયા છતાં મહેસાણામાં રખડતાં પશુઓનો ત્રાસ હજુ પણ યથાવત ગાયોના મોત મામલે જીવદયા પ્રેમીઓએ લેખિત ફરિયાદ આપી
બાઇક ચોરો સક્રિય/દાહોદ શહેરમાં બાઈક ચોરો સક્રિય ગત રાત્રીના સમયે કરી બાઈકની ઉઠાંતરી MG રોડ પાસેના હુસૈની મહોલ્લાની ઘટના બાઈકની ઉઠાંતરી કરતા 3 યુવકો CCTV માં કેદ પોલીસે CCTV ના આધારે તપાસ શરુ કરી
માવતર બન્યા કમાવતર/રાજકોટમાં રૂપિયા કમાવા માવતર જ બન્યા કમાવતર શહેરના ભક્તિનગર વિસ્તારની ચોંકાવનારી ઘટના રૂપિયા કમાવા પુત્ર-પુત્રવધુના ઉતાર્યા વીડિયો પુત્ર-પુત્રવધુના અંગત પળોના ઉતાર્યા વીડિયો પરિવારજનોએ જ વેબ કેમેરાથી 10 વખત લાઈવ કર્યું સાસુ-સસરાએ જ રૂપિયા કમાવા ઉતાર્યા વીડિયો રૂપિયા કમાવા સાસુ-સસરાએ તમામ હદો પાર કરી અંધ શ્રદ્ધાળુ સસરાએ અનેક વખત કરાવી હતી વિધિ પુત્રવધૂને દોરા-ધાગા પહેરાવી કરાવી હતી વિધિ સાસુ-સસરા અને પતિની પોલીસે કરી ધરપકડ
કાવડ યાત્રા/નારેશ્વર નર્મદા કાંઠેથી કરજણ સુધી યોજાઈ કાવડ યાત્રા કરજણના કવાડીયા નર્મદાનું પવિત્ર જળ ભરવા ઉમટયા નર્મદા કાંઠેથી કરજણ સુધી 30 કિમીની યાત્રા યોજાઈ નગરના શિવાલયોમાં નર્મદાના જળનો કરાયો અભિષેક કાવડ યાત્રામાં આબાલ વૃદ્ધ સૌ કોઈ હોંશભેર જોડાયા
ડાયાલિસિસ બંધ/આજથી 3 દિવસ સુધી રાજ્યભરમાં ડાયાલિસિસ બંધ રાજ્યભરના નેફ્રોલોજીસ્ટ ત્રણ દિવસની હડતાળ પાડશે રાજ્યમાં PM JAY હેઠળ ચાલતા ડાયાલિસિસ બંધ રહેશે 16 ઓગષ્ટ સુધી ટ્રસ્ટ, ખાનગી હોસ્પિટલમાં ડાયાલિસિસ બંધ ડાયાલિસિસનો દર 2000 થી 1650 કરવામાં આવતા બંધ
સ્વતંત્રતા દિવસ/77માં સ્વતંત્રતા દિવસ માટે કેન્દ્રનો મોટો પ્લાન PM મોદી 15 ઓગસ્ટ, 2023ના રોજ લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવશે આ વખતે 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે ઘણી નવી પહેલ આ વર્ષનો સ્વતંત્રતા દિવસ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવણીમાં સમાપ્ત થશે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે મોટી સંખ્યામાં મહેમાનોને આમંત્રણ દેશભરમાંથી વિવિધ ક્ષેત્રના લગભગ 1,800 લોકોને આમંત્રણ સરકારની ‘જનભાગીદારી’ના ભાગરૂપે આ પહેલ કરવામાં આવી આ ખાસ મહેમાનોમાં 660 થી વધુ ગામોના 400 થી વધુ સરપંચોનો સમાવેશ ખેડૂત ઉત્પાદક સંગઠન યોજનામાંથી 250 લોકોનો સમાવેશ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 50 સહભાગીઓનો સમાવેશ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના 50 સહભાગીઓનો સમાવેશ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના 50 બાંધકામ કામદારોનો સમાવેશ દેશભરમાંથી 50 ચુનિંદા ખાદી કામદારોનો સમાવેશ સરહદી રસ્તાઓના નિર્માણ સાથે સંકળાયેલા 50 લોકોનો સમાવેશ અમૃત સરોવર અને હર ઘર જલ યોજનાના 50 કર્મીઓનો સમાવેશ દેશભરમાંથી ચુનિંદા 50 શાળાના શિક્ષકોનો સમાવેશ આરોગ્ય ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર 50 નર્સોનો પણ સમાવેશ દરેક રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાંથી વિશિષ્ઠ 75 યુગલોને આમંત્રણ મેટ્રો સ્ટેશનો સહિત 12 સ્થળોએ સેલ્ફી પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા MyGov પોર્ટલ પર ઓનલાઈન સેલ્ફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું નેશનલ ફ્લેગ ગાર્ડમાં આર્મી, નેવી, એરફોર્સ અને દિલ્હી પોલીસનો સમાવેશ સ્થળ પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવશે PMના ભાષણના અંતે NCC કેડેટ્સ રાષ્ટ્રગીત ગાશે
ચરસ ઝડપાયું/કચ્છની દરિયાઈ સીમામાંથી ફરી ઝડપાયું ચરસ જખૌના દરિયાઈ વિસ્તારમાંથી મળી આવ્યું ચરસ BSFએ જખૌ કિનારેથી ચરસના 10 પેકેટ જપ્ત કર્યા જખૌથી 2 કિમી દૂર ખીદરત બેટ પરથી મળ્યું ચરસ 1-1 કિલોગ્રામના 10 ચરસના પેકેટ મળી આવ્યા 15 એપ્રિલથી અત્યાર સુધીમાં ચરસના 40 પેકેટ જપ્ત કરાયા સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને BSF હાઈ એલર્ટ