સરકારી અને એજન્ટોનો જાણે વર્ષો જૂનો સબંધ છે. સુરતની આરટીઓ કચેરીમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. અહીં લાયસન્સ સહિતના કામો માટે આવતા લોકો પાસે રૂપિયા ઉઘરાવીને કરોડોનું કૌભાંડ કરવામાં આવી રહ્યું છે.
સુરત આરટીઓ કચેરીમાં રોજે રોજ હજારો લોકો પોતાના વાહન અને લાયસન્સ સહિતના કામો માટે આવે છે. સરકારે ભ્રષ્ટાચાર રોકવ માટે અને લોકોને લૂંટતા અટકાવવા માટે સિંગલ વિન્ડો સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે, આમ છતાં અધિકારીઓની આંખમાં ધૂળ નાખીને કેટલાક એજન્ટો પોતાનો વેપલો ચલાવી રહ્યા છે, એવું પણ હોય શકે કે અધિકારી અજાણ ના હોય પરંતુ કોઈક કારણસર તેઓ આંખ આડા કાન કરતા હોય.
સુરત આરટીઓમાં ફોરવહીલ અને ટૂ વહીલની ટેસ્ટમાં પાસ થવા માટે સેટીંગ કરવામાં.આવે છે. ફોરવહીલ ની ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થવા માટે આ વ્યક્તિ જેમ ઓફર કરી રહ્યો છે તેમ રૂ.6000 થી 8000 ચુકવવા પડે છે. આ વાત સ્ટિંગ ઓપરેશનમાં સામે આવી રહી છે. ત્યારે આરટીઓમાં રોજના હજારો લોકો આવે છે તો સમજી શકાય છે કે આ પ્રકારના એજન્ટો કેટલા રૂપિયા ઉઘરાવી રહ્યા છે.
સુરત આરટીઓમાં વર્ષો થી એજન્ટ રાજ ચાલી રહ્યું હોવાની ફરિયાદો વારંવાર ઉઠી રહી છે ભૂતકાળમાં આવા એજન્ટો સામે કાયદાકીય પગલાંઓ પણ લેવામાં આવ્યા છે આમ છતાં એજન્ટપ્રથા નાબૂદ કરવામાં અધિકારીઓ નિષ્ફળ પુરવાર થાય છે.
અધિકારીઓ એજન્ટો સામે કામગીરી કરવાની વાત કરી રહ્યા છે પરંતુ શું આવા એજન્ટો સામે અધિકારીઓનું કાઈ ચાલે છે ખરું. કેટલાક અધિકારીને સુરત આરટીઓમાં આવ્યાને માન્ડ એક બે વર્ષ થયાં હશે પરંતુ આ એજન્ટો અહીં વર્ષોથી અડિંગઓ જમાવીને બેઠા છે. મીડિયામાં આ કૌભાંડ વિશે વારંવાર અહેવાલ પ્રસારિત કરવામાં આવે છે અને થોડા દિવસો માટે એજન્ટો ગાયબ થઈ જાય છે પરંતુ ફરી પરિસ્થિતિ જૈસે થે થઈ જાય છે. મંતવ્ય ન્યુઝ દ્વારા પ્રજાની પરેશાની સરકાર સુધી પહોંચાડવા આ પ્રયત્નો કરવામાં આવ્યા છે શક્ય છે કે થોડા દિવસો એજન્ટો ગાયબ થઈ જશે અને ફરી થી આરટીઓ દોર એજન્ટોને હાથ માં આવી જશે પરંતુ મંતવ્ય ન્યુઝ પોતાની મીડિયા તરીકે ની ફરજ નહીં ચુકે અને વારંવાર આવા લેભાગુ તત્વોને ઉઘાડા પાડવાનું કામ કરતું રહશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.સરકારી અને એજન્ટોનો જાણે વર્ષો જૂનો સબંધ છે. સુરતની આરટીઓ કચેરીમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. અહીં લાયસન્સ સહિતના કામો માટે
