Not Set/ ઓટો કંપનીઓ મંદીથી બચવા પ્રોડક્શન પર લગાવી રહી છે વિરામ, જશે ઘણી નોકરીઓ

ભારતમાં ઓટો સેક્ટરમાં મંદીનો દોર યથાવત છે. છેલ્લા ઘણા સમયથી વાહનોનાં વેચાણમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. અહેવાલો અનુસાર, અલગ-અલગ ઓટોમોબાઈલ કંપનીઓ કર્મચારીઓની સંખ્યામાં કાપ કરી રહી છે અને ઉત્પાદન પણ બંધ કરી રહી છે. જાપાની કાર ઉત્પાદક કંપની ટોયોટા મોટર અને દક્ષિણ કોરિયન કંપની હ્યુન્ડાઇ મોટર પણ આ રેન્કમાં સામેલ થઈ છે. બંને કંપનીઓએ તાજેતરમાં […]

Tech & Auto

ભારતમાં ઓટો સેક્ટરમાં મંદીનો દોર યથાવત છે. છેલ્લા ઘણા સમયથી વાહનોનાં વેચાણમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. અહેવાલો અનુસાર, અલગ-અલગ ઓટોમોબાઈલ કંપનીઓ કર્મચારીઓની સંખ્યામાં કાપ કરી રહી છે અને ઉત્પાદન પણ બંધ કરી રહી છે.

જાપાની કાર ઉત્પાદક કંપની ટોયોટા મોટર અને દક્ષિણ કોરિયન કંપની હ્યુન્ડાઇ મોટર પણ આ રેન્કમાં સામેલ થઈ છે. બંને કંપનીઓએ તાજેતરમાં તેમનું ઉત્પાદન ઘટાડ્યું છે, જેથી વેચાણમાં થયેલા ઘટાડાને પહોંચી શકાય. એક સમાચાર એજન્સીએ કંપનીનાં કર્મચારીઓ પાસેથી મળેલી જાણકારીનાં આધારે આ માહિતી આપી છે.

છેલ્લા બે દાયકામાં પેસેન્જર વાહનોનાં વેચાણમાં આ સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. વાહનોનાં વેચાણમાં થયેલા આ ઘટાડાથી લોકોની નોકરી પર પણ અસર પડી રહી છે, કારણ કે ઘણી કંપનીઓને પોતાના કારખાના થોડા સમય માટે બંધ કરવા પડી રહ્યા છે અથવા શિફ્ટમાં કાપ લાવવાની ફરજ પડી રહી છે.

અહેવાલો અનુસાર, અલગ-અલગ કંપનીઓએ તેમના કામચલાઉ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવાનું શરૂ કર્યું છે. પાવરટ્રેન અને કાર માટે એર કન્ડીશનર સિસ્ટમ્સ બનાવતી ડેન્સો કોર્પની ઈન્ડિયા યુનિટને તેના માનેસર પ્લાન્ટમાંથી 350 કામચલાઉ કર્મચારીઓને હાંકી કાઠ્યા છે.

બેલસોનીકા, જે દેશની સૌથી મોટા કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી માટે વાહનનાં પાર્ટ, ફ્યૂલ ટાંકી અને બ્રેક પેડનું ઉત્પાદન કરે છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર રિપોર્ટમાં જણાવાયું છે કે કંપનીએ માનેસર યુનિટમાંથી 350 લોકોને હાંકી કાઠ્યા છે. ડેન્સોએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. અગાઉ એવા અહેવાલ આવ્યા હતા કે કારનાં પાર્ટસ બનાવતી કંપનીઓ અને ડીલરોએ 3.5 લાખ નોકરીઓનો કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.