હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઇન્ડિયાએ હોન્ડા એક્ટિવા 6 જી સ્કૂટરને ભારતીય બજારમાં લોન્ચ કર્યું છે. આપને જણાવી દઈએ કે, હોન્ડા એક્ટિવા 6 જી કંપનીની છઠ્ઠી જનરેશનનું મોડેલ છે. માર્કેટમાં આ સ્કૂટરનાં બે મોડેલ ઉપલબ્ધ છે, જે સ્ટાન્ડર્ડ અને ડિલક્સ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવા સ્કૂટરમાં અપડેટેડ એન્જિન છે. કંપનીનાં આ સ્કૂટરમાં વધુ માઇલેજ મળશે.
હોન્ડા એક્ટિવા 6 જી ની બજારમાં પ્રારંભિક કિંમત 63,912 રૂપિયા છે અને નવા મોડેલની કિંમત જૂના મોડલ કરતા 8 હજાર રૂપિયા વધારે છે. કંપનીએ નવા સ્કૂટર્સ બુક કરવાનું કામ શરૂ કરી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવા સ્કૂટરની ડિલિવરી જાન્યુઆરીનાં અંતમાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં શરૂ થશે.
નવા મોડેલની ખાસિયત
બીએસ 6 સાથે નવા મોડેલમાં 109 સીસીનું એન્જિન છે. આ મોડેલમાં કાર્બ્યુરેટરની જગ્યાએ ફ્યૂલ ઇન્જેક્શન સિસ્ટમ લાગેલ છે. હોન્ડા એક્ટિવા 6 જી એન્જિન 8,000 આરપીએમ પર 7.68 બીએચપીનો પાવર અને 5,250 આરપીએમ પર 8.79 એનએમ પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીએ દાવો કર્યો છે કે નવા મોડેલને 10 ટકા વધુ માઇલેજ મળશે. આપને જણાવી દઈએ કે હોન્ડા એક્ટિવા 5 જી માં બીએસ 4 એન્જિન 7.96hp પાવર ઉત્પન્ન કરે છે.
નવા મોડેલમાં કંપનીએ સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ અને મલ્ટિ ફંક્શન સહિતની ઘણી સુવિધાઓ આપી છે. આ સિવાય નવા મોડેલમાં એસીજી મોટર છે. આપને જણાવી દઈએ કે, ગયા વર્ષે લોન્ચ કરવામાં આવેલી એક્ટિવા 125 માં કંપનીએ ACG મોટર આપી હતી. નવા મોડેલમાં સીટ પણ મોટી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
