New Delhi News: વિશ્વભરમાં AIએ ધૂમ મચાવી છે. એડવાન્સ ટેકનોલોજી (Advance Technology) એવી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની (Artificial Intelligence) મદદથી હવે રોગોનું નિદાન કરવું સરળ બન્યું છે. ગેઝેટ્સની સાથે હોસ્પિટલોમાં એઆઈના વધતા ઉપયોગના લીધે હોસ્પિટલોમાં પણ શ્વાસની બિમારી, બ્લડ પ્રેશર, શરીરનું તાપમાન વગેરે સરળતાથી ચેક કરી શકાય તો કેવું સારૂં…
માહિતી મુજબ કોરિયાની હોસ્પીટલનાં ડોકટરોએ AI મોડેલ બનાવ્યુ છે, જે દર્દીઓને હ્રદયરોગના ધબકારા વધી જતા પહેલા જ ચેતવી દે છે. એટલે કે તમને હાર્ટ એટેક (Heart Attack) આવવાનો હોય એ પહેલા તમને એના સંકેત મળી જાય. જેથી ઝડપથી સારવાર શક્ય બને. સર્વે પ્રમાણે 74 ટકા કેસમાં હાર્ટ એટેક થતા પહેલા સારવાર મળી ગઈ છે. આ નવું ડેવલપ કરેલું એઆઈ મોડેલ 14 કલાક પહેલા જ તેના જોખણ વિશે બતાવવા સક્ષમ છે. આ સમય દરમિયાન તમારે ઝડપથી સારવાર લેવાની પણ જાણ થઈ જાય છે.
અભ્યાસમાં એ જાણવા મળ્યું કે જો કાર્ડીયાક એરેસ્ટ (Cardiac Arrest) વિશે આગોતરી જાણ થઈ જાય તો આ એઆઈ મોડલ અસંખ્ય લોકોના જીવ બચાવવામાં કારગર સાબિત થાય.
આ પણ વાંચો:ગૂગલનું AI મોડલ હવે પૂરની આગાહી કરશે, ભારતમાં સફળ થયો પાયલોટ પ્રોજેક્ટ
આ પણ વાંચો:AIની અદભુત કમાલ! ડાન્સિંગ નૂડલ્સને તમે જોઈ? કથક નૃત્યને જોઈ તમે આશ્ચર્ય પામશો
આ પણ વાંચો:પાકિસ્તાનની ટીમમાં મજબૂત ખેલાડીઓનો અભાવ, નકવી ‘AI કરશે ક્રિકેટરોનું સિલેકશન’