Not Set/ અયોધ્યા કેસ : સુપ્રીમ કોર્ટ આજથી સાંભળશે મુસ્લિમ પક્ષકારોની દલીલ

અયોધ્યાની રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ કેસ પર સુપ્રીમ કોર્ટ સોમવારથી મુસ્લિમ પક્ષોની દલીલો પર સુનાવણી કરશે. કોર્ટે નિર્મોહી અખાડા અને રામલલા વિરજમાન સહિત 16 દિવસમાં આ મામલે તમામ હિન્દુ પક્ષોની ચર્ચાની સુનાવણી પૂર્ણ કરી છે. સુન્ની વક્ફ બોર્ડનાં વરિષ્ઠ વકીલ, રાજીવ ધવન સોમવારથી નિર્મોહી અખાડા અને રામલલા વિરાજમાનનાં વકીલો દ્વારા રજૂ કરેલી ચર્ચાઓનો વિગતવાર […]

Top Stories India
2012 delhi gangrape case verdict cfda5be8 db32 11e8 b6b1 54a396001ae0 અયોધ્યા કેસ : સુપ્રીમ કોર્ટ આજથી સાંભળશે મુસ્લિમ પક્ષકારોની દલીલ

અયોધ્યાની રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ કેસ પર સુપ્રીમ કોર્ટ સોમવારથી મુસ્લિમ પક્ષોની દલીલો પર સુનાવણી કરશે. કોર્ટે નિર્મોહી અખાડા અને રામલલા વિરજમાન સહિત 16 દિવસમાં આ મામલે તમામ હિન્દુ પક્ષોની ચર્ચાની સુનાવણી પૂર્ણ કરી છે. સુન્ની વક્ફ બોર્ડનાં વરિષ્ઠ વકીલ, રાજીવ ધવન સોમવારથી નિર્મોહી અખાડા અને રામલલા વિરાજમાનનાં વકીલો દ્વારા રજૂ કરેલી ચર્ચાઓનો વિગતવાર જવાબ કોર્ટ સમક્ષ રજૂ કરશે.

ધવને શરૂઆતમાં કોર્ટને કહ્યું હતું કે, તે 20 દિવસમાં પોતાની દલીલો પૂર્ણ કરશે. જેનો અર્થ એ છે કે કેસની દૈનિક સુનાવણી ટેકનીકલરૂપે સપ્ટેમ્બરનાં અંત સુધીમાં સમાપ્ત થઈ જશે. જેથી સુપ્રીમ કોર્ટને રાજકીય વિવાદાસ્પદ મુદ્દા પર પોતાનો ચુકાદો જાહેર કરવા માટે એક મહિનાથી વધુનો સમય મળી જશે. આ કેસની સુનાવણી કરી રહેલા બેંચનાં અધ્યક્ષ સ્થાને રહેલા મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ 17 નવેમ્બરનાં રોજ નિવૃત્ત થવાના છે. આ મામલે તેમની ચર્ચામાં મુસ્લિમ પક્ષો વિવાદાસ્પદ સ્થળે નિર્મોહી અખાડાનાં દાવાને કાઉન્ટર કરી શકે છે. અયોધ્યા શીર્ષક વિવાદની સુનાવણીમાં આ એક મુખ્ય તબક્કો હોઈ શકે છે, ખાસ કરીને નિર્મોહી અખાડા દ્વારા સુપ્રીમ કોર્ટને કહેવામાં આવ્યું છે કે, તે રામલલા વિરજમાન દ્વારા દાખલ કરેલા મુકદ્દમાનો વિરોધ નથી કરી રહ્યો.

નિર્મોહી અખાડાનાં વલણમાં આ અચાનક પરિવર્તન ત્યારે આવ્યું જ્યારે સુપ્રીમ કોર્ટે તેમને કહ્યું કે, સંપત્તિ ઉપર ભક્ત તરીકેનો તેમનો અધિકાર ત્યારે જ પ્રાપ્ત થઈ શકે જ્યારે રામલલા વિરજમાનની સુનાવણીની મંજૂરી આપવામાં આવે. અખાડાનાં એક સુત્ર મુજબ, મુસ્લિમ પક્ષો વિવાદિત સ્થળે 150 વર્ષથી અખાડાની હાજરીનો ઇનકાર કરશે અને સ્થાપિત કરવાની પણ કોશિશ કરશે કે મૂર્તિઓ ક્યારેય આંતરિક આંગણામાં નહોતી, પરંતુ તેમને ત્યાં રાખવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.