અયોધ્યા/ રામલીલાની તૈયારીઓ શરૂ, ભાગ્યશ્રી બનશે માતા સીતા તો શક્તિ કપૂર બનશે….

 
રામનાગરી અયોધ્યામાં રામલીલાની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ઘણી ફિલ્મી હસ્તીઓ તેમાં  મુખ્ય ભૂમિકા ભજવશે. ભાગ્યશ્રીનું નામ માતા સીતાની ભૂમિકા નિભાવવા માટે બહાર આવ્યું છે.

Dharma & Bhakti
ratna 5 રામલીલાની તૈયારીઓ શરૂ, ભાગ્યશ્રી બનશે માતા સીતા તો શક્તિ કપૂર બનશે....

રામનાગરી અયોધ્યામાં રામલીલાની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ઘણી ફિલ્મી હસ્તીઓ તેમાં  મુખ્ય ભૂમિકા ભજવશે. ભાગ્યશ્રીનું નામ માતા સીતાની ભૂમિકા નિભાવવા માટે બહાર આવ્યું છે. જો કોરોના સંક્રમણ કાબુમાં આવે તો આ વર્ષે 15 ઓક્ટોબરથી અયોધ્યામાં રામલીલા યોજવામાં આવશે. આ વખતની રામલીલામાં ઘણી ફિલ્મ હસ્તીઓ મુખ્ય પાત્ર ભજવશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અભિનેત્રી ભાગ્યશ્રી માતા સીતાની ભૂમિકામાં જોવા મળશે. તેમજ આહિરવનની ભૂમિકા માટે શક્તિ કપૂરનું નામ પણ ચર્ચામાં છે.

Ramlila Day 6 Live Streaming on DD: Watch Live Telecast From Ayodhya at 7  PM on Doordarshan Channel

રામનાગરી અયોધ્યામાં યોજાનારી રામલીલાને આખી દુનિયા સુધી પહોંચાડવા માટે તેનું ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારણ પણ કરવામાં આવશે. જેથી દુનિયાભરના રામ ભક્તો તેનો આનંદ માણી શકે. રામલીલા માટેના મુખ્ય પાત્રોની પસંદગી શરૂ કરી દેવામાં આવી છે. ચર્ચા છે કે માતા સીતાની ભૂમિકા ફિલ્મ અભિનેત્રી ભાગ્ય શ્રી ભજવશે. ભાગ્યશ્રીએ તેની ફિલ્મી કરિયરની શરૂઆત સલમાન ખાનની સાથે ફિલ્મ “મૈં પ્યાર કિયા ” થી કરી હતી.

Grand Ram Lila in Ayodhya being planned, with touch of Bollywood | Latest  News India - Hindustan Times

અયોધ્યાની રામલીલામાં કુંભકરણ માટે રઝા મુરાદ, હનુમાન માટે વિંદુ દારા સિંહ, નારદ મુનિ માટે અસારણી, રાવણ માટે શાહબાજ ખાન, વિભિશન માટે અવતાર ગિલ, કૈકેયી માટે નાંગિયા, માતા કૌશલ્યાની ભૂમિકામાં રીતુ શિવપુરી જોવા મળશે.  ભગવાન રામની ભૂમિકા માટે હાલમાં કોઈ નામ બહાર આવ્યું નથી.