છોટાઉદેપુર/ સુરક્ષા સેતુ અંતર્ગત જાસ્મીન ચેરીટેબલ ટ્રષ્ટ દ્વારા બોડેલી ખાતે બાળાઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી

સૂરક્ષાસેતૂ અંતર્ગત જાસ્મિન ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા સંચાલિત જે.ટી.એ. સ્પોર્ટ્સ એન્ડ સેલ ડિફેન્સ એકેડેમી દ્વારા સંખેડા તાલુકાની ૩૮૫ જેટલી મહિલા વિદ્યાર્થીનીઓને કરાટે સેલ્ફ ડિફેન્સ ની તાલીમ સંસ્થાના કોચ રાજેશભાઈ ત્રિવેદી દ્વારા આપવામાં આવી હતી

Gujarat
16 1 સુરક્ષા સેતુ અંતર્ગત જાસ્મીન ચેરીટેબલ ટ્રષ્ટ દ્વારા બોડેલી ખાતે બાળાઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી

-જાસ્મીન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જે ટી એ સ્પોર્ટ સેલ્ફ ડિફેન્સ એકેડમી દ્વારા 35000 જેટલી બાળાઓ ને સેલ્ફ ડિફેન્સ કરાટે ની તાલીમ આપી ચુક્યા છે

-સુરતમા મહિલા પર થયેલા અત્યાચાર જેવી પરિસ્થિતી માં પોતાનો બચાવ કેવી રીતે કરવો તેની જાણકારી આપી હતી

છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા સાહેબ ના આદેશથી અને નાયબ-પોલીસ અધિક્ષક જે.જી ચાવડા ના માર્ગદર્શન હેઠળ સૂરક્ષાસેતૂ અંતર્ગત જાસ્મિન ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા સંચાલિત જે.ટી.એ. સ્પોર્ટ્સ એન્ડ સેલ ડિફેન્સ એકેડેમી દ્વારા સંખેડા તાલુકાની ૩૮૫ જેટલી મહિલા વિદ્યાર્થીનીઓને કરાટે સેલ્ફ ડિફેન્સ ની તાલીમ સંસ્થાના કોચ રાજેશભાઈ ત્રિવેદી દ્વારા આપવામાં આવી હતી.

ઉપરાંત  પોલીસ પ્રજા ની મિત્ર છે એવા સૂત્ર ની સમજ આપી ચોરી ના બનાવો અટકે તેમજ ટ્રાફિક ની સમસ્યાઓ માં કેવી રીતે પ્રજા પોલીસ ને મદદ રૂપ થઇ શકે તેવી સમજ આપવામાં આવી હતી બાળાઓને પોલીસ સ્ટેશનની કાનૂની કામગીરી વિશે જાણકારી આપવામાં આવી હતી. તેમજ શાળા ની બાળાઓ ને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવી હતી

0 સુરક્ષા સેતુ અંતર્ગત જાસ્મીન ચેરીટેબલ ટ્રષ્ટ દ્વારા બોડેલી ખાતે બાળાઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી

ત્યારે બોડેલી પોલીસ સ્ટેશન ના સેકન્ડ પી એસ આઈ એન.જી રોહિતે પોલીસ ની કામગીરી અને બંદૂક ટીયર ગેસ જેવા હથિયારો ની જાણકારી આપી હતી

વિદ્યાર્થીનીઓના પ્રોત્સાહન માટે બોડેલી પોલીસ સ્ટેશન ના પી એસ આઈ એ.એસ સરવૈયાએ શાળાની બાળાઓ ને પોલીસ ની કામગીરી અને સુરત માં મહિલા પર થયેલ અત્યાચાર જેવી પરિસ્થિતી માં પોતાનો બચાવ કેવી રીતે કરવો તેની જાણકારી આપી હતી. અને દરેક બાળાઓ ને બોડેલી પોલીસ સ્ટેશન તરફથી ચોકલેટ અર્પણ કરી હતી.

શાળાના આચાર્ય જે આર શાહ તેમજ સંસ્થા ના સીનીયર કોચ જાબીરહુશેન મલેક દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જાસ્મીન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જે ટી એ સ્પોર્ટ સેલ્ફ ડિફેન્સ એકેડમી દ્વારા 35000 જેટલી બાળાઓ ને સેલ્ફ ડિફેન્સ કરાટે ની તાલીમ આપી ચુક્યા છે આગળ પણ બાળાઓને ઉચ્ચ તાલીમ મળે એ માટે આ સંસ્થા તરફથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.