બોટાદનાં સંધિવાડ વિસ્તારથી લોહિયાળ ઘટના સામે આવી છે. જ્યા પિત-પુત્રની કરપીણ હત્યા કરવામાં આવી છે. સુત્રોનું કહેવુ છે કે, આ હત્યા પાછળ અંગત અદાવત હોઇ શકે છે. ઘટનાની જાણ થતા સ્થાનિકોમાં ડરનો માહોલ બની ગયો છે. વધુ એક મહિલાની પણ હાલત ખરાબ હોવાનું પણ સામે આવી રહ્યુ છે.
સુત્રોનું કહેવુ છે કે બોટાદમાં બનેલી આ ઘટના અંગત અદાવતનાં કારણે થઇ છે. આ વિશે વિશેષ માહિતી મંતવ્ય ન્યૂઝનાં રિપોર્ટરે આપી, જેમા તેમણે કહ્યુ કે, બોટાદનાં સંધિવાડ પાસે આવેલ મસ્જિદમાં ત્રણ લોકો પર જીવલેણ હુમલો થયો હતો. જેમા બે લોકોનાં મોત થયા છે જ્યારે એક મહિલાને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. હાલત વધુ ગંભીર બનતા મહિલાને ભાવનગર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ પહોચી ગઇ હતી. તો બીજી તરફ હત્યાનાં કારણે લોકોનાં ટોળા પણ જોવા મળી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં હત્યા કરનાર કોઇ અજાણ્યા શખ્સ હોય તેવુ માલૂમ પડ્યુ છે. સુત્રોનું કહેવુ છે કે આ હત્યા કેસમાં એક આરોપી પોલીસનાં હથ્થે ચઠ્યો છે. સુત્રોનાં જણાવ્યા મુજબ આ મામલે સ્થાનિકોનું કહેવુ છે કે આ હત્યા પાછળ અંગત અદાવત છે. આ મામલે પોલીસે હાલમાં તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
