Entertainment News : બોલીવુડના જાણીતા રેપર બાદશાહ (Badshah )હાલમાં પોતાની અંગત જિંદગીને લઈને ભારે ચર્ચામાં છે. 31 ઓગસ્ટે તેમણે પોતાની પત્ની અને પંજાબી અભિનેત્રી ઈશા રિખીથી અલગ થવાની સત્તાવાર જાહેરાત કરી (Badshah Divorce)હતી. માર્ચ 2026 માં જ બંને લગ્નના બંધનમાં બંધાયા હતા, પરંતુ માત્ર 5 મહિનાના ટૂંકા ગાળામાં જ આ સંબંધનો અંત આવતાં ફેન્સ સ્તબ્ધ થઈ ગયા છે. હવે અલગ થયાના ગણતરીના કલાકો બાદ બાદશાહની એક સોશિયલ મીડિયા પોસ્ટે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
Badshah : “પ્રોફેશનલ લોકો નાની-નાની બાબતો પર ધ્યાન આપે છે”
બાદશાહે મોડી રાત્રે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક રહસ્યમય (Cryptic) સંદેશ શેર કર્યો હતો. તેમણે લખ્યું કે શોખીન લોકો મોટી બાબતો પર ધ્યાન આપે છે પરંતુ નાની વાતોને નજરઅંદાજ કરે છે, જ્યારે પ્રોફેશનલ લોકો ઝીણી-ઝીણી વિગતો પ્રત્યે ખૂબ ગંભીર હોય છે. જોકે તેમણે આ પોસ્ટમાં કોઈનું નામ લીધું નથી, પરંતુ ફેન્સ અને નેટિઝન્સ (Netizens)આ ઈશારાને ઈશા રિખી સાથેના તૂટેલા સંબંધો અને અણબનાવ સાથે જોડીને જોઈ રહ્યા છે.
પરસ્પર સંમતિથી લીધો અલગ થવાનો નિર્ણય
ઈશાથી અલગ થવાની જાહેરાત કરતી વખતે બાદશાહે ચાહકો અને મીડિયાને વિનંતી કરી હતી કે આ મુશ્કેલ સમયમાં તેમની પ્રાઈવસીનું સન્માન કરવામાં આવે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ નિર્ણય બંનેની પરસ્પર સહમતિ અને એકબીજા પ્રત્યેના આદર સાથે લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, પંજાબી સિનેમા અને ‘નવાબઝાદે’ જેવી બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી ઈશા રિખી અને બાદશાહ વચ્ચે જુલાઈ મહિનાથી જ ખટપટ ચાલી રહી હોવાની અટકળો વહેતી થઈ હતી.
આ પણ વાંચો :દિશા સાલિયાન કેસમાં CBI તપાસના આદેશ, કોર્ટના નિર્ણય બાદ હવે તપાસ પર નજર
આ પણ વાંચો :જૌહર અને રાણી પદ્માવતી વિવાદ પર સ્વરા ભાસ્કરનો પલટવાર
આ પણ વાંચો :વિવાદોથી સન્માન સુધી: સમય રૈનાનું ધમાકેદાર પુનરાગમન
