Not Set/ બનાસકાંઠા/ ફરીવાર ત્રાટક્યા તીડ, ખેડૂતની મુશ્કેલીમાં વધારો

વાવ તાલુકામાં ખેતરોમાં ત્રાટક્યા તીડ 5 થી 7 કિમી વિસ્તારમાં જોવા મળ્યા તીડ કુંડલીયા ગામની આસપાસ જોવા મળ્યા તીડ બનાસકાંઠા જીલ્લાના ખેડૂતની આ વર્ષે માઠી દશા બેઠી છે. એક પછી એક મુશ્કેલી ખેડૂતનો પીચો જ નથી છોડી રહી, કયારેક અતિવૃષ્ટિ, માવઠું, કેનાલના ગાબડા તો કયારેક તીડ, કોઈ ને કોઈ આપત્તિ ખેડૂતના માથે મંડરાયેલી જ હોય […]

Gujarat Others
  • વાવ તાલુકામાં ખેતરોમાં ત્રાટક્યા તીડ
  • 5 થી 7 કિમી વિસ્તારમાં જોવા મળ્યા તીડ
  • કુંડલીયા ગામની આસપાસ જોવા મળ્યા તીડ

બનાસકાંઠા જીલ્લાના ખેડૂતની આ વર્ષે માઠી દશા બેઠી છે. એક પછી એક મુશ્કેલી ખેડૂતનો પીચો જ નથી છોડી રહી, કયારેક અતિવૃષ્ટિ, માવઠું, કેનાલના ગાબડા તો કયારેક તીડ, કોઈ ને કોઈ આપત્તિ ખેડૂતના માથે મંડરાયેલી જ હોય છે. હાલ માં જ જ્યાં તીડ થી છુટકારો મળ્યો છે ત્યાં ફરી એક વાર તીડનું ઝુંડ ત્રાટકતા જીલ્લાના ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે.

બનાસકાંઠામાં ફરી એક વખત તીડનું આક્રમણ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લાના કુંડાળીયા અને રાધાનેસડાની સીમમાં તીડએ ધામા નાંખ્યા છે. તીડને નિયંત્રણમાં લેવા માટે 20 ખેતીવાડી વિભાગના ટ્રેક્ટર અને સરકારની ત્રણ ટીમ કામે લાગી છે.

તીડ વાવેતર વિસ્તાર સુધી ન પહોંચે તે માટે તંત્ર કામે લાગી ગયું છે.  જોકે રણ વિસ્તારમાં જ તીડ પર કાબુ ન મેળવાતા ગામડાઓ સુધી તીડ પહોંચી ચુક્યા છે. પાકિસ્તાન તરફ ગયેલા તીડ પવનની દિશા બદલાતા પરત આવ્યાની આશંકા સેવાઈ રહી છે. નોંધનીય છે કે. બનાસકાંઠા જિલ્લામાં ચાર વખત તીડનું આક્રમણ થઈ ચુક્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની 

નવી મોબાઇલ એપ્લિકેશન.