Not Set/ બનાસકાંઠા : સરકાર દ્વારા નાના ભૂલકાઓ માટે શરૂ કરવામાં આવેલી સંજીવની દૂધ યોજનાનું સૂરસૂરિયું

ગુજરાતમાં સરકાર પોતાના કરવામાં આવેલા વાયદાઓ પર કેટલી ખરી ઉતરે છે તેનુ એક તાજુ ઉદાહરણ સામે આવ્યુ છે. રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠામાં સંજીવની દૂધ યોજના શરૂ કરવામાં આવી હતી, જે યોજનાનો ઉદ્દેશ આંગણવાડી સ્કૂલોમાં ભણતા નાના બાળકોને પૌષ્ટીક આહાર મળી રહે તે હતો. પરંતુ મળી રહેલી માહિતી અનુસાર આ યોજનાનું બનાસકાંઠામાં ફરી સૂરસૂરિયું થઇ ગયુ […]

Gujarat

ગુજરાતમાં સરકાર પોતાના કરવામાં આવેલા વાયદાઓ પર કેટલી ખરી ઉતરે છે તેનુ એક તાજુ ઉદાહરણ સામે આવ્યુ છે. રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠામાં સંજીવની દૂધ યોજના શરૂ કરવામાં આવી હતી, જે યોજનાનો ઉદ્દેશ આંગણવાડી સ્કૂલોમાં ભણતા નાના બાળકોને પૌષ્ટીક આહાર મળી રહે તે હતો. પરંતુ મળી રહેલી માહિતી અનુસાર આ યોજનાનું બનાસકાંઠામાં ફરી સૂરસૂરિયું થઇ ગયુ છે. આ યોજનામાં પણ હવે કોન્ટ્રાક્ટરોનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. સુત્રોનું કહેવુ છે કે કોન્ટ્રાક્ટરો ડેરીમાંથી દૂધનો મોટો જથ્થો લઇ જઇને તેને વેડફી રહ્યા હતા.

બનાસકાંઠા જિલ્લાનાં થરાદ તાલુકામાં આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો તેમજ આંગણવાડીનાં નાના ભૂલકાઓ માટે રાજ્ય સરકારે ગુજરાત સરકાર દ્વારા સંજીવની દૂધ યોજના શરૂ કરાઇ છે અને દૂધનાં પાઉચ બનાસકાંઠામાં આવેલી બનાસડેરી દ્વારા થરાદ ખાતે સંજીવની દૂધ યોજનાનાં પાઉચ કોન્ટ્રાક્ટર દ્વારા લાવવામાં આવે છે અને થરાદ લવાયા બાદ જીપડા મારફતે તાલુકામાં આવેલી તમામ પ્રાથમિક શાળાઓ તેમજ આંગણવાડીઓ પર દૂધનાં પાઉચ ભરેલા કેરેટ વડે આપતા હોય છે પરંતુ થરાદમાં આવતા સંજીવની દૂધ યોજનાનાં પાઉચનો જથ્થો જનતા હાઇસ્કૂલની પાછળ જાહેર રસ્તાની બાજુમાં બાવળની ઝાડીમાં ઠાલવ્યો હોવાથી બાળકોનાં મુખ સુધી પહોંચનારું દૂધ બાળકો સુધી ન પહોંચી રસ્તા પર જ ફેંકી દેવામાં આવ્યું હતું. અગાઉ પણ  થરાદ-સાંચોર હાઈવે પર તેમજ મુખ્ય નર્મદા નહેરનાં રસ્તાની બાજુમાં ઝાડીમાં મોટા પ્રમાણમાં તાજા દૂધનાં પાઉંચ ફેંકી કોન્ટ્રાક્ટર ફરાર થઈ ગયો હતો ત્યારે આજે પણ ફરી આ કોન્ટ્રાક્ટર દ્વારા હરકત કરવામાં આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.  તો બીજી તરફ કોન્ટ્રાક્ટરો સરકારી યોજનાનાં કરોડોનો ભ્રષ્ટાચાર આંચરી રહ્યા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.

વહીવટી તંત્ર પાસેથી જાણવા મળ્યું હતું કે થરાદમાં લેવાતો સંજીવની દૂધ યોજનાનો કોન્ટ્રાક્ટર બનાસકાંઠા જિલ્લા  ભાજપ કોષાધ્યક્ષનો ભત્રીજો હોવાનું જાણવા મળ્યું છે. આથી આવા પ્રકારની ગેરરીતિ સામે આવતા સરકારની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે કે, શું રાજ્યની સરકાર એક વખત કોઈ યોજના શરૂ કર્યા પછી તેની દરકાર નથી લેતી?, શું સરકાર માત્ર વોટબેંક માટે યોજનાઓ શરૂ કરે છે?, શું સરકાર માત્ર યોજનાઓનાં નામે તાયફાઓ જ કરે છે?, સવાલ એ પણ છે કે, જો સરકારને સાચે જ ગુજરાતની જનતા પ્રત્યે સહાનુભૂતી છે તો પછી આ રીતે દૂધની નદીઓ રસ્તાઓ પર કેમ વહી રહી છે. તો આ બાળકોનાં મુખેથી કોળિયો છીનવનાર બાળ દુશ્મન સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.