Not Set/ મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં હોળીની ઉજવણી પર પ્રતિબંધ

કોરોનાના વધતા જતા મામલાને કારણે આખા દેશમાં હોળીનો રંગ ઓગળી ગયો છે. દેશના મોટાભાગના રાજ્યોએ હોળી સહિતના અન્ય તહેવારોને લઈને માર્ગદર્શિકા જારી કરી છે.

India
  • દિલ્હી, હરિયાણા,બિહારમાં હોળીની ઉજવણી પર પ્રતિબંધ
  • યુપી તથા એમપીમાં પણ હોળીની ઉજવણી પર પ્રતિબંધ
  • અગામી દિવસોમાં આવનારા તહેવારોની ઉજણવી પર રોક
  • મુંબઈમાં જાહેર સ્થળોએ હોળી યોજાશે નહીં

ગુજરાત સહીત સમગ્ર દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે ફરી એકવાર ઉત્સવોની ઉજવણી ફીકી પડી રહી છે. દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગેલ દેશના ઘણા રાજ્યોમાં ઉત્સવોની ઉજવણી પર પ્રતિબંધ મુક્યો છે. દેશના સૌથી વધુ કોરોના ગ્રસ્ત રાજ્યોમાં આગામી દિવસોમાં આવતા રંગોના તહેવાર હોળીની ઉજવણી પર પ્રતિબંધ લાગ્યો છે.

કોરોનાને કારણે દેશમાં હોળીનો રંગમાં ભંગ

કોરોનાના વધતા જતા મામલાને કારણે આખા દેશમાં હોળીનો રંગ ઓગળી ગયો છે. દેશના મોટાભાગના રાજ્યોએ હોળી સહિતના અન્ય તહેવારોને લઈને માર્ગદર્શિકા જારી કરી છે. આવી સ્થિતિમાં હોળી માટે જાહેર કાર્યક્રમો નહીં થાય. કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવશે નહીં.

દેશના મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં હોળીની ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથે દિલ્હી, હરિયાણા, બિહાર, યુપી તથા એમપીમાં પણ હોળીની ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જયારે ગુજરાતમાં પણ સાર્વજનિક સ્થાનો પર ધૂળેટી ના પર્વની ઉજવણી પર પ્રતિબંધ છે અને હોલિકા દહાનમાં પણ ખુબ માર્યાદિત સંખ્યામાં લોકોને હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

મુંબઈ

ઉલ્લેખનીય છે કે, કોરોનાને લીધે, બૃહમ્મુબાઈ મ્યુનિસિપલ કોર્પોરેશનએ પણ ખાનગી અને જાહેર સ્થળોએ હોળી રમવા પર પ્રતિબંધ મુક્યો છે. નાગરિક સંસ્થાએ ખાનગી અને જાહેર સ્થળોએ હોળીની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે. વળી, બીએમસીએ એમ પણ કહ્યું છે કે જો કોઈ તેનું ઉલ્લંઘન કરે છે, તો રોગચાળાના રોગો અધિનિયમ, 1897 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

દિલ્હીમાં હોળી અને અન્ય તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ

દિલ્હીમાં હોળી અને અન્ય તહેવારો દરમિયાન જાહેરમાં ઉજવણી કરવામાં આવશે નહીં. મુખ્ય સચિવ વિજય દેવએ સૂચના આપી છે કે આદેશનું કડક પાલન કરવામાં આવશે.