ધાર્મિક/ મકરસંક્રાતિના દિવસે નદીમાં સ્નાન કરવુ શુભ માનવામાં આવે, જાણો કેટલીક રસપ્રદ વાતો….

મકરસંક્રાતિના દિવસે નદીમાં સ્નાન કરવુ શુભ માનમવામાં આવે છે, પણ આ દિવસે તમે ઘરમાં પણ પાણીમાં કાળું તલ નાંખીને સ્નાન કરી શકો છો

Dharma & Bhakti
Untitled 33 2 મકરસંક્રાતિના દિવસે નદીમાં સ્નાન કરવુ શુભ માનવામાં આવે, જાણો કેટલીક રસપ્રદ વાતો....

મકરસંક્રાતિ  આમ  તો હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે, આ નવા વર્ષે 14 જાન્યુઆરી અને 15 મી જાન્યુઆરીના રોજ લોકો પતંગ ઉડાવીને આ તહેવારની ઉજવણી કરે છે. સૂર્યનું કોઈ રાશિ વિશેષ પર ભ્રમણ કરવું સંક્રાતિ કહેવાય છે. આ વર્ષે સુર્યનો ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ 14મી જાન્યુઆરીના રોજ થશે.

સૂર્ય જયારે મકર રાશિમાં જાય છે, ત્યાર મકર સંક્રાતિ થાય છે. આ સમયે સૂર્ય ઉત્તરાયણ થાય છે.આ વખતે મકર સંક્રાતિ 14મી જાન્યુઆરીની રોજ ઉજવવામાં આવશે, પરંતુ સ્નાન અને દાનનું મહત્વ 15મી જાન્યુઆરીના રોજ રહેલું છે.

મકરસંક્રાતિ પર શું કરવુ?

મકરસંક્રાતિના દિવસે નદીમાં સ્નાન કરવુ શુભ માનમવામાં આવે છે, પણ આ દિવસે તમે ઘરમાં પણ પાણીમાં કાળું તલ નાંખીને સ્નાન કરી શકો છો.મકરસંક્રાતિના દિવસે દાન કરવાનું અલગ જ મહત્વ હોય છે. મકર સંક્રાતિના દિવસે ઘરે ભિખારી સાધુ કે વડીલ આવે તો તેને ખાલી હાથે ન જવા દો

લોકો આ દિવસે ખાસ ગરીબોને દાન કરતાં હોય છે. જો આ દિવસે ગરીબોને કાળા તલનુ દાન કરવામાં આવે તો શનિ દેવ પ્રસન્ન થાય છે. આ સાથે જ શનિ દોષ પણ દુર થાય છે, પોતાની યથા શક્તિ મુજબ દાન કરવુ. જો આ દિવસે તમે સૂર્ય દેવની કૃપા મેળવવા માંગો છો તો સંધ્યાકાળમાં અન્નનુ સેવન ન કરો. મકરસંક્રાતિના દિવસે તલના લાડુ ખાવા તેમજ તલવાળું પાણી પીવાની પરંપરા છે.આ દિવસે લોકો ભાત ભાતની વાનગીઓ બનાવતા હોય છે, પણ આ દિવસે ખરેખર તો ખિચડી ખાવી જોઇએ, જેમાં બધાજ પ્રકારનો મોસમી હોય છે, જે સ્વાસ્થ્ય માટે લાભકારક હોય છે.

મકરસંક્રાતિના દિવસે શું ન કરવુ?

આ શુભ દિવસે સવારે ઉઠતાંની સાથે જ નાસ્તો ન આરોગવો જોઇએ, કેટલાક લોકોને સવારે ઉઠતા જ ચા અને નાસ્તો કરવાની આદત હોય છે.આ દિવસે સ્નાન કર્યા વગર ભોજનનુ સેવન ન કરવું જોઈએ આ સિવાય સ્નાન અને દાન બંને કર્યા વગર ભોજન આરોગવું નહીં.મકરસંક્રાતિના દિવસે તમે તમારા ગ્રહના નિવારણ અથવા શાંતિ માટે પણ ઉપાય કરી શકો છો, જેનાથી તે ગ્રહનો દોષ પણ દૂર થઇ શકે છે. મકરસંક્રાતિના દિવસે કોઈપણ પ્રકારનો નશો ન કરવો જોઇએ. દારૂ, સિગારેટ, ગુટકા વગેરેથી દૂર રહેવું. મસાલેદાર ભોજન પણ ન કરવું.ઘરની અંદર કે બહાર કોઈપણ પ્રકારના ઝાડ કે છોડનુ કટિંગ કે સફાઈ ન કરવી,મકરસંક્રાતિ પુણ્ય કાળ છે,આ દિવસે મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ.