Not Set/ WTC નાં ફાઈનલ માટે BCCI એ ટીમ ઈન્ડિયાની કરી ઘોષણા

શુક્રવારથી ન્યુઝીલેન્ડ સાથે રમાવાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021 ફાઈનલ માટે ભારતે મંગળવારે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.

Sports
2 1 WTC નાં ફાઈનલ માટે BCCI એ ટીમ ઈન્ડિયાની કરી ઘોષણા

શુક્રવારથી ન્યુઝીલેન્ડ સાથે રમાવાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021 ફાઈનલ માટે ભારતે મંગળવારે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ન્યુઝીલેન્ડની ટીમે પણ મંગળવારે જ WTC નાં ફાઇનલ માટે તેની ટીમની ઘોષણા કરી છે.

2 2 WTC નાં ફાઈનલ માટે BCCI એ ટીમ ઈન્ડિયાની કરી ઘોષણા

ક્રિકેટ / ભારત સામે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ફાઇનલ માટે ન્યુઝીલેન્ડની ટીમ જાહેર

આપને જણાવી દઇએ કે, બીસીસીઆઈએ મંગળવારે ટ્વિટર પર ટીમની ઘોષણા કરી હતી. રિષભ પંત અને રિદ્ધિમાન સાહાનાં રૂપમાં બોર્ડે 15 સભ્યોની ટીમમાં બે વિકેટકીપરનો ઉમેરો કર્યો છે. આ સિવાય રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ફાસ્ટ બોલરોમાં જસપ્રિત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે બેટ્સમેનોમાં રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, કેપ્ટન વિરાટ કોહલી, વાઇસ-કેપ્ટન અજિંક્ય રહાણે અને હનુમા વિહારીનો સમાવેશ થાય છે.

2 3 WTC નાં ફાઈનલ માટે BCCI એ ટીમ ઈન્ડિયાની કરી ઘોષણા

ક્રિકેટ ન્યૂઝ / શ્રીલંકા પ્રવાસ પર જઇ રહેલી ટીમ ઈન્ડિયાનાં કોચ રાહુલ દ્રવિડ, સત્તાવાર જાહેરાત

WTC ની ફાઈનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 જૂનથી સાઉથેમ્પ્ટનનાં અજેસ બાઉલ સ્ટેડિયમમાં રમાવાની છે. વિરાટ કોહલીની અધ્યક્ષતામાં ટીમ ઈન્ડિયા પાસે ઈતિહાસ રચવાની તક છે. જો ભારતીય ટીમ ફાઇનલમાં જીત મેળવવામાં સફળ રહે છે, તો તે વિરાટની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ વખત આઈસીસીની કોઈ મોટી ટૂર્નામેન્ટ જીતશે. આ 15 સભ્યોની ટીમમાં હનુમા વિહારીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે મયંક અગ્રવાલ અને એક્ષર પટેલને ટીમમાં સ્થાન મળ્યું નથી. વળી રિષભ પંત અને રિદ્ધિમાન સાહા બંનેને વિકેટકીપર બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ આ ટીમનો એક ભાગ છે.

WTC ફાઈનલ / જો ટીમ ઇન્ડિયા જીતશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ, તો ઇનામમાં મળશે આટલા કરોડની રકમ

WTC નાં ફાઇનલ માટે 15 સભ્યોની ભારતીય ક્રિકેટ ટીમ:

રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), હનુમા વિહારી, રિષભ પંત (WK), રિદ્ધિમાન સાહા (WK), રવિચંદ્રન અશ્ચિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજ.

majboor str 17 WTC નાં ફાઈનલ માટે BCCI એ ટીમ ઈન્ડિયાની કરી ઘોષણા