Cricket/ યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવને BCCI એ આપ્યો મોટો ઝટકો

આઈપીએલની 14 મી સીઝનનો ક્રેઝ વધી રહ્યો છે. આ દરમિયાન કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. આ જોડીએ આવી ઘણી મેચોમાં ભારતને જીત અપાવી છે….

Sports

આઈપીએલની 14 મી સીઝનનો ક્રેઝ વધી રહ્યો છે. આ દરમિયાન કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. આ જોડીએ આવી ઘણી મેચોમાં ભારતને જીત અપાવી છે, જ્યાં ભારતીય ટીમ ઘણાં સંકટનો સામનો કરી રહી હતી. પરંતુ આ પછી પણ, આ બંને સ્ટાર બોલરોને બીસીસીઆઈએ જોરદાર ફટકો આપ્યો છે. બીસીસીઆઈની નવીનતમ કોન્ટ્રાક્ટ લીસ્ટમાં, કુલદીપ યાદવ અને ​​યુઝવેન્દ્ર ચહલ ગ્રેડ-સી માં સરકી ગયા છે.

Cricket / બાબર આઝમે કોહલીને આપ્યો મોટો ઝટકો, વનડે માં વિરાટની બાદશાહતનો લાવ્યો અંત

બીસીસીઆઈએ તાજેતરમાં જ તેની વાર્ષિક કેન્દ્રીય કોન્ટ્રાક્ટ લીસ્ટની ઘોષણા કરી છે અને આ બંને ખેલાડીઓને આ યાદીમાં એક આંચકો લાગ્યો છે. બીસીસીઆઈ દ્વારા આ બંને ખેલાડીઓને ડિમોટ કરવામાં આવ્યા છે. આ બંને ખેલાડીઓ હાલમાં આઈપીએલ-2021 માં રમી રહ્યા છે. કુલદીપ બે વખતનાં વિજેતા કોલકાતા નાઈટ રાઇડર્સનો ભાગ છે જ્યારે ચહલ વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહ્યો છે.

IPL / RCB વિરુદ્ધ રમતા ડેવિડ વોર્નરે તોડ્યો ધોનીનો રેકોર્ડ

ગત વર્ષે કુલદીપ યાદવને એક કેટેગરીમાં સ્થાન મળ્યું હતું પરંતુ આ વખતે તે સી ગ્રેડમાં આવ્યો છે. વળી ચહલને ગયા વર્ષે બીસીસીઆઈ દ્વારા બી ગ્રેડનો કરાર આપવામાં આવ્યો હતો. આ વર્ષે, તેને બીસીસીઆઈ દ્વારા સી ગ્રેડમાં મૂકવામાં આવ્યો છે. ગુરુવારે બીસીસીઆઈ દ્વારા જારી કરાયેલી કોન્ટ્રાક્ટ લીસ્ટ મુજબ, સી ગ્રેડમાં હોવાને કારણે આ બંને ખેલાડીઓને વાર્ષિક એક કરોડ રૂપિયા મળશે.

A+ ગ્રેટમાં ત્રણ ખેલાડીને સ્થાન

ગ્રેડ A+ (7 કરોડ રૂપિયા)
વિરાટ કોહલી
રોહિત શર્મા
જસપ્રીત બુમરાહ

ગ્રેડ Aમાં કુલ 10 ખેલાડીઓનો સમાવેશ 

ગ્રેડ A (5 કરોડ રૂપિયા) 
આર. અશ્વિન
રવિન્દ્ર જાડેજા
ચેતેશ્વર પુજારા
અજિંક્ય રહાણે
શિખર ધવન
કેએલ રાહુલ
મોહમ્મદ શમી
ઈશાંત શર્મા
રિષભ પંત
હાર્દિક પંડ્યા

ગ્રેડ Bમાં પાંચ ક્રિકેટરોને કોન્ટ્રાક્ટ 

ગ્રેડ B ( 3કરોડ રૂપિયા) 
રિદ્ધિમાન સાહા
ઉમેશ યાદવ
ભુવનેશ્વર કુમાર
શાર્દુલ ઠાકુર
મયંક અગ્રવાલ

ગ્રેડ C માં 10 ખેલાડીઓનો સમાવેશ 

ગ્રેડ C (1 કરોડ રૂપિયા) 
કુલદીપ યાદવ
નવદીપ સૈની
દીપક ચાહર
શુભમન ગિલ
હનુમા વિહારી
અક્ષર પટેલ
શ્રેયસ અય્યર
યુજવેન્દ્ર ચહલ
મોહમ્મદ સિરાજ

આ બંને ખેલાડીઓનું તાજેતરનું પ્રદર્શન કઇ ખાસ રહ્યુ નથી, તેથી જ હવે તે બંને ટીમની અંદર અને બહાર થતા રહે છે. ચહલની વાત કરીએ તો તેને તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી પાંચ મેચની ટી-20 શ્રેણીની ત્રણ મેચોમાં તક મળી હતી. આ ત્રણ મેચોમાં ચહલ કંઈ ખાસ કરી શક્યો નહતો. તેણે આ શ્રેણીની પહેલી મેચમાં 44 રન આપીને માત્ર એક વિકેટ ઝડપી હતી. બીજી મેચમાં 34 રન આપીને એક વિકેટ અને ત્રીજી મેચમાં 41 રન આપીને એક વિકેટ લીધી હતી. ચહલની વનડે સિરીઝ માટે પસંદગી કરવામાં આવી હતી પરંતુ તે તે અંતિમ-11 માં સ્થાન મેળવી શક્યો ન હતો. તેણે છેલ્લી વનડે ઓસ્ટ્રેલિયા સામે 29 નવેમ્બર 2020 નાં રોજ સિડનીમાં રમી હતી.

વળી કુલદીપ યાદવની ઇંગ્લેન્ડ સામેની ટી-20 સીરીઝમાં ટીમમાં પસંદગી કરવામાં આવી ન હોતી. તે વન ડે ટીમનો ભાગ હતો અને બે વનડે મેચ પણ રમ્યો હતો પરંતુ તે બંનેમાં એક પણ વિકેટ મળી નહોતી. 23 માર્ચે રમાયેલી વનડે મેચમાં તેણે 68 રન આપ્યા હતા, પરંતુ વિકેટ ઝડપી શક્યો ન હતો. 26 માર્ચે રમાયેલી વનડેમાં તેણે 84 રન બનાવ્યા હતા. કુલદીપે તેની છેલ્લી ટી-20 શ્રીલંકા સામે 7 જાન્યુઆરી 2020 નાં રોજ ઇન્દોરમાં રમી હતી. તે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમનો પણ એક ભાગ હતો, પરંતુ એક પણ મેચ રમ્યો ન હતો. ઇંગ્લેંડની ઘરેલુ ટેસ્ટ શ્રેણીમાં તેને ચેન્નાઇમાં રમાયેલી ટેસ્ટ મેચમાં તક મળી, જેમાં તે ખાસ કંઈ કરી શક્યો નહીં અને તેણે માત્ર બે વિકેટ લીધી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ