Cricket/ ટીમ સિલેક્શનને લઈને BCCIનું કેએલ.રાહુલને ‘અલ્ટિમેટમ’

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં 2-0ની લીડ મેળવનાર ભારતીય ટીમમાં એક ખેલાડીના સ્થાન પર સતત સવાલો ઉઠી રહ્યા છે તે છે કેએલ રાહુલ

Top Stories Sports
BCCI in

BCCI:  ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં 2-0ની લીડ મેળવનાર ભારતીય ટીમમાં એક ખેલાડીના સ્થાન પર સતત સવાલો ઉઠી રહ્યા છે તે છે કેએલ રાહુલ. આમ છતાં ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન રાહુલ પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, પરંતુ હવે લાગે છે કે BCCIની પસંદગી સમિતિએ તેને ઈશારામાં ચેતવણી આપવાનું શરૂ કરી દીધું છે.19 ફેબ્રુઆરી, રવિવારે દિલ્હી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની જીત બાદ, BCCIએ બાકીની બે ટેસ્ટ મેચો માટે ટીમની જાહેરાત કરી. સતત નિષ્ફળતાઓ છતાં કેએલ રાહુલને આ બંને મેચ માટે ટીમમાં જાળવી રાખવામાં આવ્યો છે

(BCCI) આ મોટાભાગના ભારતીય ચાહકો અને ઘણા નિષ્ણાતોને ખુશ કરશે નહીં કારણ કે તે ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચમાં ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો અને 3 ઇનિંગ્સમાં માત્ર 38 રન જ બનાવી શક્યો હતો. આમ છતાં તેને ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે ટીમ મેનેજમેન્ટ હાલમાં તેને થોડી વધુ તક આપવાના મૂડમાં છે, પરંતુ લાગે છે કે BCCIની ધીરજ તૂટવાની અણી પર છે.

કારણ કે(BCCI) આ વખતે બોર્ડે ટીમની જાહેરાત સાથે કોઈને વાઈસ કેપ્ટન બનાવ્યા નથી. પ્રથમ બે મેચ માટે ટીમની ઘોષણા સમયે રાહુલને વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. BCCIની પ્રેસ રિલીઝમાં તેના નામની આગળ વાઈસ-કેપ્ટન લખવામાં આવ્યું હતું, જે આ વખતે ગાયબ રહ્યું. આવી સ્થિતિમાં, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બીસીસીઆઈએ તેને સંકેત આપ્યો છે કે જો તેના પ્રદર્શનમાં સુધારો નહીં થાય તો તેને ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવશે.

દિલ્હી ટેસ્ટની બીજી (BCCI) ઇનિંગમાં રાહુલ માત્ર એક રન બનાવી શક્યો હતો. જો કે, ટીમ મેનેજમેન્ટ હાલમાં તેના પર વિશ્વાસ વ્યક્ત કરી રહ્યું છે. મેચ બાદ કેપ્ટન રોહિતે કહ્યું, “રાહુલે લોર્ડ્સની મુશ્કેલ પીચ પર શાનદાર ઇનિંગ રમી હતી. તેણે સેન્ચુરિયનમાં પણ આવી જ ઈનિંગ્સ રમી હતી. તેની પાસે પ્રતિભા છે અને તેથી અમે તેને સમર્થન આપતા રહીશું.”

શિંદે જૂથનો વળતો પ્રહાર/ શું સંજય રાવત કેશિયર છેઃ શિંદે જૂથનો વળતો જવાબ

આરોપ/ શિવસેનાનું નામ અને પ્રતીક મેળવવાનું ડીલ 2000 કરોડમાં થયું હોવાનો સંજય રાવતનો શિંદે પર આરોપ